ઈસુદાન ગઢવીના રાજીનામાંના સમાચાર સાંભળતા જ ખેડુતો અને સામાન્ય જનતાને લાગ્યું કે હવે આપડો અવાજ કોણ? હવે એ શું કરશે ?
ઈસુદાન ગઢવીના રાજીનામાંના સમાચાર સાંભળતા જ ખેડુતો અને સામાન્ય જનતાને લાગ્યું કે હવે આપડો અવાજ કોણ? એક પત્રકાર ના રાજીનામાં બાદ શોસ્યલ મીડિયા માં અનેક લોકો એ દાનવેદના સાથે સાથ આપવા આગળ આવ્યા ફેસબુક પર લાઈવ માં 32000લોકો જોડાયા તો એક જ દિવસ રેકર્ડ બ્રેક 10લાખ થી વધુ લોકો એ જોયું સૌરાષ્ટ્ર ની ધરા એ ક્રાંતિ અને સુરવીર લોકો ને જન્મ આપનારી છે. એટલે જ સૌરાષ્ટ્ર ને સંત અને સુરવીરોની ધરતી નુ બિરુદ મળ્યું છે.
સૌરાષ્ટ્ર ના જામખંભાળીયા બા નાનકડા ગામ માં જન્મી ને કોલેજ શિક્ષણ મેળવ્યા બાદ અમદાવાદ ની મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ માં જેને પત્રકારત્વ નુ શિક્ષણ મેળવી ગાંધીની ભૂમિ માંથી સત્યના ગુણો મેળવી અને ગાંધીજી ના જન્મસ્થળ એવા પોરબંદર થી પોતાના પત્રકાર તરીકે ની કામગીરી ની શરૂવાત લગભગ 15વર્ષ પેહલા કરનાર એક ખેડૂત પુત્ર અને ગામડાના યુવાન એવા ઈસુદાન ગઢવી કે જે સામાન્ય લોકો, શોષિતો, પીડિતો અને ખેડૂતો ની સમસ્યા ને જાણી તેના મૂળ માં જઈ અવાજ બનવાની ભાવના સાથે એક સ્થાનિક પત્રકાર થી નીડરતા અને સફળ સંચાલન ના ગુણો ને કારણે સમભાવ ગ્રુપ ની ગુજરાતી ન્યૂઝ ચેનલ vtv ગુજરાતી ને ઈસુદાન ની ચેનલ ગણી લોકો એ ખુબ પ્રેમ આપ્યો. તો ઈસુદાન ગઢવી લોકોનો અવાજ બનીને સાંજે 8 કલાકે પોતાના” મહામંથન”રૂપી લોકો ના પ્રશ્નો ને વાચા આપતા શો માં ખેડૂતો, શોષિતો અને સામાન્ય જનતા નો અવાજ બનતા એટલી લોકચાહના પ્રાપ્ત કરી કે ગામડા માં જાણે સાંજે લોકો ને આઠ વાગ્યે એટલે કે વ્યારૂ કરવાનો સમય આ સમયે ભોજન સાથે ઈસુદાન ગઢવી ને જોતા જાય ને જમતા જાય સાથે ગામડામાં તો કર્ફ્યુ એક કલાક નો હોય તેમ લોકો આ ગઢવીને સાંભળવા બેસી જતા.
ગામડા ના કેટલાય ખેડૂતો એવુ માનતા થયા કે આજ અમારો અવાજ બનશે એટલી હદે લોકો લોકો એ પ્રેમ આપ્યો કે ઈસુદાન જેવા પત્રકારે જયારે vtv ના ચીફ નુ પદ છોડ્યા ના સમાચાર સાંભળ્યા તો ચારે દિશાઓ માં એક જ ચર્ચા જોવા મળી કે ઈસુદાને રાજીનામુ આપી દિધુ.
કેટલાક લોકો એ સરકાર સામે તો કેટલાક લોકો એ vtv સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. પણ વાસ્તવિકતા તો રાજીનામુ આપનાર વ્યક્તિ બતાવી શકે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે પત્રકારત્વ ની દુનિયામાં એક પત્રકાર ના રાજીનામાંના સમાચાર સાંભળતા જ લાખો લોકો તેના સમર્થન માં આવે રાજકીય નેતાઓ સહીત સામાન્ય જનતા પણ જાણવા તત્પર બને કે શા માટે રાજીનામુ આપ્યું ?
હવે એ શું કરશે ? ક્યાં ક્ષેત્રમાં જંપલાવશે ? આ ચર્ચા એ જોર પકડ્યું ત્યારે શોસ્યલ મીડિયા માં એક મેસેજ ઈસુદાન ગઢવી ના નામે વાઇરલ થયો કે તારીખ 3/6 ના રાત્રે 8વાગ્યે ફેસબુક ના માધ્યમ થી લાઈવ થઇ વાત કરવાનાં છે. ત્યારે લોકો માટે એ બે દિવસ નો સમય એક પરીક્ષા ના કે ચૂંટણી ના પરિણામ ની જેટલી ઉત્સુકતા હોય એવો લાગતો જોવા મળ્યો. અંતે 3/6ની રાત્રે ઈસુદાન ગઢવી જેવા સિંહ ની ડણક ફેસબુક ના માધ્યમ થી સાંભળવા મળી. કે ટાઇગર અભી જિંદા હે ” હું ક્યાય મેદાન છોડી ભાગ્યો નથી, અને જઈશ પણ નહી.
હવે લોકો માટે મારી મીડિયા ની જે લક્ષમણ રેખા હતી તે તોડી લોકો વચ્ચે અને લોકો સાથે આવી ને લોકો નો અવાજ બની શોષિતો અને ભ્રષ્ટાચારિઓ ને ખુલ્લા પાડવા છે અને કોઈ પણ મારો અવાજ દબાવી શકે એ શક્ય નથી. ત્યાં તો લોકોએ ફેસબુક પર” હમ તુમ્હારે સાથ હે ” જેવા મેસેજ થી લાખો મેસેજ પડ્યા.
માતાજી અને દેવી દેવતાના આશીર્વાદ લઈ લોકોને મળી હવે 10દિવસ માં પોતાની રણનીતિ સાથે આગળ નુ આયોજન જાહેર કરવાની તેમને હૈયા ધરણા આપી છે. અંગત સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આવનાર દિવસો માં ઈસુદાન ગઢવી હવે લોકોની સેવા માટે સક્રિય રાજકારણ માં આવે છે અને તે માટે તે દિલ્હી ના વિકાસ નુ મોડેલ ને લોકો એ સ્વીકાર કરેલ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને ગુજરાત ના મુખ્યમંત્રી નો ચહેરો બની શકે છે.
ખેડૂતો, શોષિતો, ફિક્સ પગાર ના કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ,અને ગ્રામીણ વર્ગ તેને આશીર્વાદ આપવા હાલ ઉત્સુક જોવા મળતા હોય તેવું તેના ફેસબુક પર એક જ દિવસ માં દસ લાખ થી વધુ લોકો ના વ્યૂઅર્સ પરથી લાગી રહ્યુ છે. આવનારા દિવસો ના ભ્રસ્ટાચાર મુક્ત ખેડૂતો, આરોગ્ય અને શિક્ષણ ના મોડેલ ને સામે ધરીને તે ગામડાઓ નો પ્રવાસ ખેડે તેવું લાગી રહ્યુ છે.
તો ચોક્કસ આવનારા દિવસો માં ગુજરાત ના રાજકારણ ભૂકંપ સર્જાય તેવા દ્રશ્યો જોવા મળશે પરંતુ તેતો આવનારો સમય જ બતાવશે કે એક નીડર પત્રકાર લોકોને કેટલા પોતાની સાથે જોડી અને અલગ રાજકીય પ્લેટફોર્મ ઉભુ કરવામાં સફળ થાય છે. હાલ તો આ નીડર યુવા નેતૃત્વ જે ગુજરાત માં જાગૃતિ લાવવા માટે મેદાન માં આવી રહ્યા છે તેને સફળતાના અભિનંદન સાથે આવનારા દિવસો માં કંઈક નવું થશે તે વાત નક્કી કહી રહેશે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા