થોડીકવાર માટે વર્ષમાં બે વખત સર્જાતી ખગોળિય ઘટના રવિવારે બપોરે ૧૨.૩૯ કલાકે અમુક સેકન્ડ માટે પડછાયો ગાયબ થઈ જશે
થોડીકવાર માટે વર્ષમાં બે વખત સર્જાતી ખગોળિય ઘટના રવિવારે બપોરે ૧૨.૩૯ કલાકે અમુક સેકન્ડ માટે પડછાયો ગાયબ થઈ જશે
ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત વિજ્ઞાન ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર – પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું
કલ્યાણ શઉન્ડેશન ટ્રસ્ટ ભાવનગર પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર વર્ષ ૨૦૦ રથી કાર્યરત છે આપણી આસપાસ બનતી કુરતી ઘટનાઓ ઘણી વખત આપણી માટે ખુબ વિસ્મયકારક હોય છે.જેને આપણે મન ભરીને માણીએ છીએ.સાથે સર્જાતી આવી સમય
ઘટનાઓને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા અને તેની પાછળનું કારણ જાણવા સતત ઉત્સુક રહીએ છીએ આવી જ એક અવકાશીય ખગોળીય ઘટના જે વર્ષમાં ૨ વખત રચાય છે,તે છે ઝીરો શેડો ડે.એટલે કે વર્ષમાં બે વખત અવકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પુરતો પડછાયો સાથ છોડી દે છે જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે સુર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન ૨૩.૫ ડીગ્રીની ધરી જોક સાથે પરિભ્રમણ કરે છે
તેથી જ આપણને ઋતુનો અનુભવાય છે.આનો અર્થ એ પણ છે કે સૂર્ય તેના ઉચ્ચતમ તબકકે દક્ષિણ વિષુવવૃત્ત ( ઉત્તરાયણ ) ની દિશામાં,અને એક વર્ષમાં ફરી ( દક્ષિણાયન ) અમુક ચોક્કસ અંતરે +૨૩.૫ ઉત્તરાયન ) અને ૨૩.પ( દક્ષિણાયન ) ડિગ્રી અક્ષાંશ વચ્ચેના બે અયન બિંદુઓ એ સમપ્રકાશીય હોય છે.
આથી વર્ષ માં બે વખત અમુક સેકન્ડ્રુસ માટે પડછાયો ગાયબ થઇ જાય છે ભાવનગરમાં આ ઘટના ૩૦ મે, ૨૦૨૧ રવિવારના રોજ ૧૨.૩૯ કલાકે તથા ૧૩ જુલાઇ, ૨૦૨૧ ના રોજ ૧૨:૪૭ કલાકે માણી શકાશે.હાલની પરિસ્થિતિમાં ઘરે રહીને પણ લોકો આ અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી વિશેષ માહિતી સાથે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર