અમરીશ ડેરના સમર્થનમાં ઉમરાળા મામલતદારને આવેદનપત્ર આપતા ભાવનગર જિલ્લા સેવાદળ અધ્યક્ષ પ્રતાપ ડાંગર
અમરીશ ડેરના સમર્થનમાં ઉમરાળા મામલતદારને આવેદનપત્ર આપતા ભાવનગર જિલ્લા સેવાદળ અધ્યક્ષ પ્રતાપ ડાંગર
ઉમરાળા તાલુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી રાજુલા જાફરાબાદના યુવા ધારાસભ્ય અમરીશભાઈ ડેર લોકોની સુખાકારી માટે રેલવેની પડતર જમીનમાં રાજુલા નગરપાલિકા દ્વારા પાર્ક બગીચા અને લોકોના વપરાશ માટે રેલવે તંત્ર દ્વારા મંજૂરી આપી હતી
પણ સરકારના સતાધિશો અને અમરેલીના સાંસદ અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પેટમાં તેલ રેડાતા હાલના સાશિત સરકારના સતાધીશોને વિકાસ જાણે ખટકતો હોય તેમ પોતાની સરકાર છે અને જે કરુવું હોય તેમ કરી મોદીના સૂત્ર મુજબ પોતાનુ ખાતો નથી કે ખાવા દેતો નથી…
તેજ રીતે કામ કરતો નથી અને કામ કરવાં દેતો નથી આ સૂત્રને સાર્થક કરી ખોટી રીતે લોક નાયક અમરીશ ડેરની અટકાયત કરી તે વાત ને હું વખોડું છું અને હું પ્રતાપ ડાંગર અધ્યક્ષ ભાવનગર જિલ્લા સેવાદળ તેમને મારું સમર્થન આપું છુ અને તે ઉપવાસ ઉપર બેઠા છે તે માગણી યોગ્ય છે સંતોષાય અને ધારાસભ્ય અમરીશ ડેરને પારણા કરાવે તેવી સરકાર પાસે માંગ કરું છુ વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરું છું અને વધુમાં અમરીશભાઈ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આહીર સમાજ સહિતના તમામ સમાજો છે જો ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર દરેક તાલુકામાં ઉપવાસ આંદોલન થશે….
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા