અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં શિક્ષણ વિભાગ અમરેલી દ્વારા મહિલા સામખ્ય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી.
રાષ્ટ્રિય શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અમરેલી દ્વારા ખાંભા માતાપિતા પંચાયત હલ વિશ્વ વિશ્વ યોગની ઉજવણીની ઉજવણીની કામગીરી ડી.પી.સી. ગોસ્વામી ઇલાબેન દ્વારા સંચાલિત
આ ઉજણીમાં ખાંભા તાલુકાના ડેડાણ, ઇંગોરાળા, ચક્રવાપરા, કાંટાળા ગામમાંથી 55 કિશોરીઓ હાજર રહેલ. આ કાર્યક્રમમાં ખાંભા હાઈસ્કૂલ ના પી. ટી શિક્ષક શ્રી અજીસિંહ ગોહિલ સાહેબે હાજર રહી અને યોગ નું મહત્વ સમજાવ્યું અનેવિવિધ યોગ , આસન કરાવ્યા .આ કાર્યક્રમ માં સરકારી મેડિકલ ઓફિસર શ્રી અક્ષય કોલડિયા સાહેબ હાજર રહેલ અને કિશોરીઓને અનેમિયા, કુપોષણ, અને આરોગ્ય ની સમજણ આપવામાં આવેલ . આ કાર્યક્રમમાં આઇ. સી. ડી. એસ. શ્રી દક્ષા બેન ભટ્ટ , ટી . ડી .ઓ. સાહેબ શ્રી એમ.એસ સોલંકી, હેલ્થ વિભાગમાંથી ટી.સી.મહેતા સાહેબ, જતીન ભાઈ વ્યાસ ,મનુભાઈ વાળા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા
આ કાર્યક્રમમાં 6 બહેનોને રસી આપવામાં આવી. કિશોરી ઓ ને શિક્ષણ નું મહત્વ,અને કુપોષણ એટલે શું એ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. અને વિજેતાને પ્રોત્સાહિત કરવા ઈનામ આપવામાં આવ્યું.આ કાર્યક્રમ ને સફળ બનાવમાં સી.આર.પી . દાફડા સોનલબેન ,અને ગોસ્વામી મનીષાબેન એ જહેમત ઉઠાવેલ.