ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે દરેક સમાજના યુવાનો વડીલો વેકસીનેશન માટે બહોળી સંખ્યામાં ઉમટી પડયા
ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે દરેક સમાજના યુવાનો વડીલો વેકસીનેશન માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ઉમરાળા તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીની માલવીયાના માર્ગદર્શન હેઠળ બે દિવસમાં 1550થી વધારે લોકોએ વેકસીન લીધી
ઉમરાળા તાલુકા ભરમાં મહા વેકસીનેશન કેમ્પ યોજી રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ઉમરાળા ગામ અને તાલુકા ભરમાં જુદા જુદા વિસ્તારોમાં ૧૫ ટીમો ઉતારવામાં આવી હતી અને વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
ત્યારે ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે મુસ્લિમ સમાજ પ્રમુખ અસ્લમભાઈ ગાજીભાઈ સેલોત,ટાઇમ સ્ટોરી ન્યૂઝના જબ્બારભાઈ કુરેશી તેમજ ઉમરાળા તાલુકા મુસ્લિમ એકતા મંચ કન્વીનર ઈરફાનભાઈ સૈયદ તેમજ સ્થાનકવાસી ભાવસાર સમાજના ભાવેશભાઈ અમદાવાદી તથા ઉમરાળા ભરવાડ સમાજના આગેવાન સમાજ સેવક હરિભાઈ ડાંભલ્યા સહિત સૌ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સમાજના દરેક લોકોને વેકસીન લેવા માટે આહવાન કરેલ સાથો સાથ મુસ્લિમ આગેવાન જબ્બારભાઈ એ જણાવ્યુ હતુ
કે હરેક સમાજના આગેવાનો એ પોતાના સમાજના લોકોને વેક્સીન લેવા માટે સમજાવવા જોઈએ અને ખોટી અફવાઓ થી દૂર રહેવુ જોઈએ વેક્સીન લેવા સર્વોને અનુરોધ કર્યો હતો
આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રભાઈ હેજમ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનસ્વીની માલવીયા અને તાલુકા સુપરવાઈઝર રાજુભાઈ ઉપાધ્યાય,રંઘોળા PHCના ડો.જલ્પા માણિયા,દડવા PHCના ડો.સંજય બારૈયા, MPHS રૂષીભાઈ શુકલ અને MPHS રણજીતભાઈ સોલંકી સહિતના માર્ગદર્શન હેઠળ હેલ્થ ટીમ દ્વારા સવારના નવ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી વેક્સિનેશન ચાલું રાખવામાં આવ્યું હતુ મેડિકલ વિભાગની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા