ઉમરાળા ગામના વતની હાલ અમેરિકા સ્થિત ડો.દેવાંગ સવાણીએ 10 ઓકસીજન કોનસેટ્રેટર મશીન ભેટ કર્યા
ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના વતની અને હાલ કેલિફોર્નિયા અમેરિકા સ્થિત ડો.દેવાંગ મનુભાઈ સવાણીએ વતન પ્રેમ દેખાડી ઉમરાળા ગામ અને તાલુકાના લોકોની સારવાર માટે કેલીફોનીયા,અમેરીકા થી એ ૧૦ ઓકસીજન કોનસેટ્રેટર આશરે રુા ૩૭૦૦૦૦.૦૦ ની કિંમતના સંસ્કાર મંડળ, ઉમરાળાને દાનમાં મોકલાવેલ છે
ડો.દેવાંગ સંસ્કાર મંડળ, ઉમરાળાના સ્થાપક પ્રમુખ આચાયઁ જાદવજીભાઈ પ્રાગજીભાઈ સવાણીના પૌત્ર અને ડો.મનુભાઈ સવાણીના પુત્ર.ડો.દેવાંગ ૪-૫ વષઁની ઉંમરે અમેરીકા તેમના પરિવાર સાથે ગયા હતા અને પછી અમેરિકામાં ડોકટરની પદવી મેળવી ફેફસાંના નિષ્ણાંત તરીકે કામ કરે છે .અને હાલમા છેલ્લા દોઢ વષઁથી કોરોનાના દદીઁઓની સારવાર અમેરિકામાં આપી રહ્યા છે
ઓકસીજન કોનટ્રેટર કોરોનાના ૫ લીટર ઓકસીજનની જરુરિયાત વાળા દદીઁઓ-માટે ઉપયોગમાં લઈ શકાશે.
તેમના-વતનપ્રેમ-ને ગ્રામજનો તેમજ સંસ્કાર મંડળ ઉમરાળા વતી સંસ્કાર મંડળના પ્રમુખ કાંતિભાઈ & આધ્યાત્મિક કેન્દ્ર ઉમરાળા પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રભાઈ હેજમ-એ બિરદાવેલ ડો.દેવાંગભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરાયો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા