ઉમરાળા તાલુકાના છેવાડાના ગામોના ખેડૂતોને તાત્કાલિક કેનાલ મારફતે પાણી આપવાની માંગ
ઉમરાળા તાલુકાના છેવાડાના નર્મદા કેનાલની બોટાદ શાખા નીચે આવતા છેવાડાના ગામો જેવા કે અલમપર રામણકા વડોદ,ઉજળવાવ,દુદાધાર,કાળાતળાવ,દરેડ ઈશ્વરિયા સાડા જીંજાવદર નિંગળા પાટી વિગેરે તેમજ અન્ય ગામોના ખેડૂતોની માંગણી છે
કે હાલમા ખેતી પાકને પિયત આપવાની જરૂર આજ થી 5 દિવસ પહેલા હતી પરંતુ વરસાદ નહિ હોવાથી મુર્જાતી મોલાતને પિયત આપવાની જરૂરિયાત હોય અમારી જાણ મુજબ હાલમાં સરકારએ ખેડૂત લક્ષી નિર્ણય લઈને કેનાલમા પાણી છોડીને ખેડૂતોને પાણી આપવુ તેવો નિર્ણય લીધો છે તેને અમો
આવકારીએ છીએ પણ ઉમરાળા તાલુકાના ગામોને બોટાદ શાખા કેનાલ માંથી પાણી આપવામાં આવે છે તે કેનાલ અમારી જાણ મુજબ રાણપુર પાસે ભાદર નદીમા મોટુ લીકેજ હોય તે રીપેર કરવાનો અધિકારીઓ નકશા અને પ્લાન એસટીમેન્ટ ઘણા દિવસોથી બનાવે છે છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી આ કેનાલમા પાણી છોડ્યું નથી છતા પણ રીપેરીંગ કામ ચાલુ નથી તો તાત્કાલિક સબંધિત અધિકારી ઓને અમારી આ મુશ્કેલી સમજી તાત્કાલિક રીપેર કરાવીને ખેડૂતોને લખલૂટ ખર્ચ કરીને વાવેલો પાક બચાવવા માટે પૂરતું અને પુરા ફોર્સથી તાત્કાલિક પાણી મળે તેવી વ્યવસ્થા કરવા અને જ્યારે પણ પાણી છોડવામાં આવે
ત્યારે પૂરતું પોલીસ કે એસ.આર.પી.ની મદદ લઇને છેવાડાના ગામો સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરશો નહિતર અમારી ઉપરના ગામો વાળા કેનાલમાં આડશ કરીને કે તોડીને પણ અમને છેવાડાના ગામોના ખેડૂતોને પાણી પહોંચવા દેશે નહિ તેવી ભીતિ છે અગાવ આવુ બનેલું છે માટે આ બાબતે અમારી આ વ્યાજબી માંગણી અંગે ઘટતું કરવા સબંધિત અધિકારીઓને જણાવશો તેવી આશા રાખીએ છીએ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા