ઉમરાળા તાલુકાના દડવા ગામે સંવેદના દિન નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સેવાસેતુ કાર્યક્રમ થકી રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વ્યુકિતલક્ષી સેવાઓનો લાભ નાગરિકોને પ્રાપ્ત થયો
ઉમરાળા તાલુકાના દડવા ગામે સંવેદના દિન નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સેવાસેતુ કાર્યક્રમ થકી રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વ્યુકિતલક્ષી સેવાઓનો લાભ નાગરિકોને પ્રાપ્ત થયો
અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી કોવિડ19 જાહેરનામાની ગાઈડ લાઇન સોશિયલ ડિસ્ટન્ટના લિરે લિરા ઉડ્યા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે આજ રોજ સંવેદના દિનના ભાગરૂપે ઉમરાળાના દડવા ખાતે ધારાસભ્ય આત્મારામ પરમારના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો
સામાન્યન માનવીને એક જ સ્થાળેથી સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે હેતુસર યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે,આપણી સંવદનશીલ સરકારે દરેક ક્ષેત્રની ચિંતા કરી છે. અને તે સાર્વત્રિક અને સર્વસ્પર્શીને વરેલી છે તેમણે ઉમેર્યું હતું કે,”હાલ કોરોના મહામારીને લીધે ઘણાં લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા.
તેમાંથી ઘણા સ્વસ્થ થઈ ઘેર પાછા ફર્યા તો કેટલાક અવસાન પામ્યા ત્યારે રાજ્ય સરકારે આવા લોકોની ચિંતા કરી જે બાળકોના વાલીઓએ જીવ ગુમાવ્યો છે તેવા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકી છે ઉલ્લેખનીય છે કે આ યોજનામાં એક વાલી અવસાન પામેલ હોય તેને માસિક રૂપિયા ૨૦૦૦ ની અને બંન્ને વાલી અવસાન પામેલ હોય તેઓને રૂપિયા. ૪૦૦૦/ ની સહાય આપવામાં આવશે આ યોજનામાં સુધારો કરી ૧૮ વર્ષની ઉમંરના બદલામાં ૨૧ વર્ષની ઉમંર થાય ત્યાં સુધી આ લાભ મળવા પાત્ર થશે રાજ્યમાં એક વાલી અવસાન પામેલ છે તેવા તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવશે
આ સંવેદનશીલ સરકારે વિધવા સહાય,વૃદ્ધ પેંશન સહાય વ્હાલી દિકરી યોજના જેવી અનેક યોજનાઓ અમલમા મુકી છે. આ દરેક યોજનાનો લાભ લેવા ઉપસ્થિત તમામ નાગરિકોને વધુમાં અનુરોધ કર્યો હતો
ઉમરાળા તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ દડવા ગામે કેન્દ્રવર્તી શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉમરાળા મામલતદાર એમ.વી.પરમાર પોલીસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી,આરોગ્ય અધિકારી, પીજીવીસીએલ અધિકારી, ગુજરાત જીઆઇડીસી નિયામક પેથાભાઈ આહીર,જિલ્લા ભાજપ આગેવાન રસિકભાઈ ભીંગરાડીયા,તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર,તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાખાણી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સુજાનસિંહ ગોહિલ, મહામંત્રી ભરતભાઈ ટાંક સહિતની હાજરીમાં યોજાયો હતો