ધારી તાલુકાના શીવડ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૩૧,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી.આશિષ ભાટીયા સાહેબ નાઓએ રાજ્યમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે આજ તા.૨૨/૦૬/૨૦૨૧ ના વહેલી સવારે ધારી તાલુકાના શીવડ ગામની સીમમાંપીલુકીયા નદીના કાંઠે જાહેરમાં કેટલાક ઇસમો ગંજી-પતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન-પત્તીનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૧૧ ઇસમો રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, *ધારી પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.
(૧) અનકભાઇ ભીખાભાઇ વાળા, ઉં.વ-૩૨, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી(૨) કુલદીપભાઇ ગટુભાઇ મકવાણા ઉં.વ-૨૧, રહે.શીવડ, તા-ધારીજિ.અમરેલી(૩) ગીરીશભાઇ વિરજીભાઇ શીરોયા, ઉ.વ-૩૩, રહે.ગીગાસણ, તા-ધારી, જિ.અમરેલી(૪) વિનુભાઇ મુળાભાઇ ચારોડા, ઉં.વ-૩૮, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી(૫) ગોવિંદભાઇ દાનાભાઇ ચારોડા, ઉં.વ-૩૦, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી(૬) રવિભાઇ દેવકુભાઇ મકવાણા, ઉં.વ-૨૭, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી(૭) ચેતનભાઇ સવજીભાઇ ચાવડા, ઉં.વ-૨૮, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી
(૮) કિશોરભાઇ જાગાભાઇ મુંજપરા, ઉં.વ-૨૪, ધંધો- ખેતી, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી(૯) મનસુખભાઇ ઉકાભાઇ ચીરોડા, ઉ.વ-૨૩, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી(૧૦) કલ્પેશભાઇ અરજણભાઇ થડેચા, ઉં.વ-૨૭, રહે.બગસરા, વાડી વિસ્તાર, તા-બગસરા, જિ.અમરેલી(૧૧) વિજયભાઇ જાગાભાઇ મુંજપરા, ઉં.વ-૨૦, રહે.શીવડ, તા-ધારી, જિ.અમરેલી
પકડાયેલ મુદામાલઃ-રોકડા રૂ.૩૧,૭૫૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨, કિ.રૂ.૦૦/૦૦ મળી *કુલ કિ.રૂ-૩૧,૭૫૦/- નો મુદ્દામાલ.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.