બોટાદના મોટી વિરવા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડ તથા પાળીયાદ પોલીસ
અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા એન.ડીપી.એસ.ના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય જે સુચના અન્વયે અમલવારી કરવા અંગે હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તથા રાજદીપસિંહ નકુમ વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન મુજબ કામગીરીના ભાગરૂપે એસ.ઓ.જી.પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી તથા એસ.ઓ.જી શાખાના હેડ.કોન્સ.ગોવિંદભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહ અભેસિંહ તથા પેરોલફર્લો સ્કોડ બોટાદ ખાતે ફરજ બજાવતા હેડ.કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ તથા
આ.પો.કોન્સ ભારદ્વાજભાઇ કાળિદાસભાઇ એ રીતેના તા.૧૯/૦૬/૨૦૨૧ના રોજ પાળીયાદ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડ્રા.પો.કોન્સ યુવરાજસિંહ ને ખાનગી રાહે બાતમી મળેલ કે બોટાદ તાલુકાના પાળીયાદ પો.સ્ટે. વિસ્તારના મોટી વિરવા ગામની આથમણી સીમ તરીકે ઓળખાતી સીમમાં ખેતીની જમીન ધરાવતા ભાવુભાઇ મગનભાઇ જાદવ શિયાળ રહે.
મોટી વિરવા તા.જી.બોટાદવાળાએ પોતાની વાડીમાં આવેલ ઓરડીમાં ગે.કા માદક પદાર્થ સુકો ભેજવાળો ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.
જે હકિકત મળતા ઉપરોકત સ્ટાફના માણસો તથા પાળીયાદ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એસ.ડી.રાણા તથા એ.એસ.આઇ રસીકભાઇ પરશોતમભાઇ તથા હેડ.કોન્સ ભરતભાઇ હરીભાઇ તથા ડ્રા.પો.કો.જયવિરસિંહ ગોહિલ એ રીતેના હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા આ કામના આરોપીની ભાવુભાઇ મગનભાઇ જાદવ શિયાળ ઉ.વ.આ.૬૨,રહે. મોટી વિરવા તા.જી.બોટાદવાળાની કબ્જા ભોગવટાની વાડીમાં રહેલ ઓરડીમાંથી વનસ્પતિ જન્ય સુકો ભેજવાળો ગાંજો કુલ વજન ૯૨૨ ગ્રામ જેની કિ.રૂ. ૫,૫૩૨/- ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પાળીયાદ પો.સ્ટે એન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુન્હો દાખલ કરાયેલ છે. એફ.એસ.એલ અધિકારી આર.સી.પંડ્યા દ્વારા રૂબરૂ હાજર રહી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ