ભાવનગર એસ.ઓ.જી. વધુ એક સફળ ઓપરેશન પાલીતાણામાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે.

તેના ભાગરૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે આધારે છેલ્લા દશ દિવસમાં ભાવનગર એસ.ઓ.જી.એ ભાવનગર શહેર માંથી ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડેલ હતા.

આ ઝુંબેશ અંતર્ગત આજરોજ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી. જાડેજા સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે પાલીતાણા ટાઉન વિસ્તારના ગરાજીયા રોડ ભીલવાસ વિસ્તારમા રહેતી મહિલા આરોપી લતાબેન w/o વસંતભાઇ છનાભાઇ નાવડીયા ઉ.વ.૫૫ રહેવાળી ભીલવાસ, ગરાજીયા રોડ પાલીતાણા જી.ભાવનગર વાળીને તેના ઘરેથી સુકો ગાંજો વજન ૧ કિલો ૧.૦૧૦ કિલોગ્રામ કિ.રૂ|.૧૦૧૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર મહિલા આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ મારૂએ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી. જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. જગદીશભાઈ મારું તથા વિજયસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહીલ તથા હરેશભાઈ ઊલવા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા મંછાબેન પરમાર તથા પોલીસ કોન્સ. તથા હારિતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા પાર્થભાઈ પટેલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા તથા મુકેશભાઈ કંડોલિયા જોડાયા હતા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »