રાજુલા તાલુકાના વિક્ટર ગામે મિશન મંગલમ્ યોજના હેઠળ એસ.બી.આઈ.ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખાખરા/પાપડ મેંકીંગ ટ્રેનિંગ નું આયોજન તથા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.
અમરેલી જિલ્લામાં ચાલતા એસ.બી.આઈ. તાલીમ સંસ્થા દ્વારા બહેનો ને વિવિધ પ્રકારની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે તે સંસ્થાનો મુખ્ય હેતુ બેરોજગારી દૂર કરી જરૂરીયાતમંદ લોકોને રોજગારી મેળવી તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે અને ખાસ તો મંડળો સાથે જોડાયેલ બહેનો ગ્રુપમાં પણ એક સાથે કામ કરી ને પોતાનો ગૃહઉદ્યોગ સ્થાપી શકે તેવા ઉમદા હેતુથી વિકટર ગામે ખાખરા/પાપડ મેકીંગ ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
બહેનો વઘુમાં વઘુ તાલીમનો લાભ લઈને સાચા અર્થમાં આત્મનિર્ભર બને અને પોતાનો વ્યવસાય સ્થાપિત કરી ને ઉદ્યોગ સાહસિક બને, એ આ સંસ્થાનો મુખ્ય હેતુ થી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં એસ.બી.આઈ.આર સેટીના ફેકલ્ટી રાઠોડ ફીરોજભાઈ ટ્રેઈનર તરુનાબેન દેવાણી, તાલુકા પંચાયત મિશન મંગલમ સ્ટાફ,ટી.એલ.એમ માધવીબેન જોષી તથા બાયફ સંસ્થાના જીજ્ઞાબેન જોષી તથા ગામના મહિલા સરપંચશ્રી પરીતાબેન મકવાણા તથા ગ્રામપંચાયતના સભ્ય શ્રી શોભાબેન બાંભણીયા તથા
યુવા અગ્રણી રણછોડભાઈ બાંભણીયા તથા સ્કૂલનાં શિક્ષકો હાજર રહીને શ્રી પે સેન્ટર શાળા વિક્ટર ના નવા બિલ્ડિંગ માં સુંદર મજાના બગીચાનું નિર્માણ આશરે સૌ જેટલા ફૂલ છોડ તેમજ વૃક્ષોનું વાવેતર ઉપસ્થિત રહ્યા હતાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરોજભાઇ રાઠોડે કર્યું છે.