રાણપુરના યુવા ડોક્ટર અલ્તાફભાઈ મોદન દ્રારા શેલ્ડર હાઉસમાં રહેલા અસરગ્રસ્તોને ચા-નાસ્તા કરાવામાં આવ્યો..
રાણપુરના યુવા ડોક્ટર અલ્તાફભાઈ મોદન દ્રારા શેલ્ડર હાઉસમાં રહેલા અસરગ્રસ્તોને ચા-નાસ્તા કરાવામાં આવ્યો..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં તાઉતે વાવાઝોડાને લઈને ભારે પવન ફુકાયો હતો.તેમજ ભારે વરસાદ વરસ્યો હતો.આ કપરા સમયમાં રાણપુરના જાણીતા યુવા ડોક્ટર અલ્તાફભાઈ મોદન અસરગ્રસ્તો ની વ્હારે આવ્યા હતા.વહેલી સવારથી ડોક્ટર અલ્તાફભાઈ મોદન દ્રારા માનવ સેવા સમિતિની ટીમ ને સાથે રાખી રાણપુરમાં શેલ્ટર હાઉસ મુખ્યકુમાર શાળા અને મોડેલ સ્કુલ ખાતે ચાલુ વાવાઝોડા એ અને ભારે વરસાદ વચ્ચે ચા-નાસ્તો લઈને પહોચી ગયા હતા.શેલ્ટર હાઉસમાં રહેલા તમામ અસરગ્રસ્તો ને ડોક્ટર અલ્તાફભાઈ મોદન દ્રારા ચા-નાસ્તો અને બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા હતા.સંકટ સમયે લોકોની સેવાકીય કાર્ય કરવા બદલ લોકો દ્રારા ડોક્ટર અલ્તાફભાઈ મોદનની પ્રશંસા કરવામાં આવી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર