રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજ રોજ કલેકટર શ્રી બનાસકાંઠા મારફતે આવેદનપત્ર આપી માગણી કરી છે
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજરોજ તા.૧૫/૬/૨૦૨૧ ને મંગળવાર ના રોજ કલેકટર શ્રી બનાસકાંઠા મારફતે આવેદનપત્ર આપી માગણી કરી છે કે હાલમાં ઉનાળુ બાજરી માર્કેટ માં વેચાણ માટે ખેડૂતો લાવી રહ્યા છે પરંતુ બાજરી ના પુરતા ભાવ મળતા નથી અને ખેડૂતો પાણી કરતા સસ્તા ભાવે બાજરી મજબુરી માં વેચાણ કરવી પડે છે.
જયારે ખેડૂતો દ્વારા ૪૫ ડીગ્રીના તાપમાને ખેતર માં પીયત કરી કાપણી કરી વેચાણ માટે માર્કેટ લાવ્યા તો બાજરી ના પુરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે.
વધું માં વી.કે.કાગ જણાવે છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર MSP માટે જોર જોરથી શોર મચાવી રહી છે અને બીજી બાજુ બજાર ખેડૂત લુંટાઇ રહ્યો છે તેની ચિંતા સરકાર કરતી નથી અને માત્ર જાહેર કરવાથી ખેડૂતો નું કયારે કલ્યાણ થવાનું નથી પરંતુ તેને વાસ્તવિક રૂપ આપવાની ખેડૂતો નું કલ્યાણ થઇ શકે છે
પરંતુ વર્તમાન સરકાર માત્ર હવામાં જાહેરાત કરી વાતો કરી ખેડૂતો નું કલ્યાણ કરવા ની વાત કરે છે તે શક્ય નથી તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા કોરોના વિશ્વમહામારી ને ધ્યાન માં રાખી જીલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા મારફતે આવેદનપત્ર આપી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને રજૂઆત કરી ઉનાળુ બાજરી ની ટેકાના ભાવ ની ખરીદી ચાલી કરી બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને બચાવવા માગણી કરી છે
રીપોર્ટર અશોક ઠાકોર બના સકાંઠા