વાવાઝોડાથી થયેલી નુકસાની બાબતનો યોગ્ય સર્વે કરવા અને રિજેક્ટ થયેલા ફોર્મ માટે કાર્યવાહી કરવા માગણી તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે આગેવાનોની મિટીંગ મળી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી
વાવાઝોડાથી થયેલી નુકસાની બાબતનો યોગ્ય સર્વે કરવા અને રિજેક્ટ થયેલા ફોર્મ માટે કાર્યવાહી કરવા માગણી તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે આગેવાનોની મિટીંગ મળી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી
ખાંભા માં આવેલા તોપણ તે વાવાઝોડા બાદ થયેલી નુકસાની બાબતે અમુક અરજી રિજેક્ટ કરવામાં આવી છે જ્યારે અમુક અરજી જેમાં હજુ પણ પૈસા જમા થયેલ નથી આ બાબતે આજે તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે આગેવાનો દ્વારા મીટીંગ કરવામાં આવી હતી અને મિટિંગમાં જણાવવામાં આવ્યું હતું
કે”તોકતે “વાવાજોડાના અનુસંધાને જે ફોર્મ રદ થયેલા તે માટે આજે ખાંભા મુકામે તાલુકા વિકાસ અધિકારી સાહેબને સાથે રાખી પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સાહેબ, બન્ને જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અરવિંદભાઈ ચાવડા, કાળુભાઈ ફીન્ડોળીયા, જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી આંનદભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ બક્ષીપંચના પૂર્વ પ્રમુખશ્રી બાબુદાદા મકવાણા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી પ્રેમજીભાઈ સેંજલીયા, તાલુકા ભાજપના નવ નિયુક્ત મહામન્ત્રીશ્રી રમેશભાઈ જાદવ, ખાંભા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા પંચાયતના સાશકપક્ષના નેતા, તાલુકા પંચાયતના દંડક, તમામ સદસ્યશ્રીઓ, ખાંભા તાલુકાના સરપંચશ્રીઓઓને સાથે રાખી રદ થયેલા
ફોર્મ બાબત ચર્ચા વિચારણા કરીને યોગ્ય ન્યાય મળશે એવી ખાતરી આપી.અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતને 150000 નો ચેક પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને હસ્તે ખેડૂતના વારસદારને અર્પણ કરવામાં આવ્યો..