નાની ઓરડી માં ફરસાણ ની દુકાન માંથી અત્યારે 1000 કરોડ નું સામ્રાજ્ય, વાંચો ગોપાલ નમકીન ની અનોખી કહાની…..

આજના સમયમાં અમે તમને જણાવીએ કે એક નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું છે અને તે છે ગોપાલ નમકીન. નામ હવે ફરી એકવાર ચર્ચામાં છે અને નમકીનનું નામ 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયું છે.ખૂબ જ મૂળભૂત સ્તરથી શરૂ કરીને એટલે કે.શૂન્ય રૂપિયા અને સફળતાપૂર્વક 1250 કરોડ સુધી પહોંચતા ગોપાલ નમકીન ગુજરાતમાં એક મોટી બ્રાન્ડ બની ગઈ છે અને લોકો તેમના વિશે જાણતા પણ નથી.

ગોપાલ નમકીનના માલિક બિપિનભાઈ હદવાણી,જામકંડોરણાના ભદ્રા ગામના વતની છે અને તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ત્યાં જ મેળવ્યું છે.ત્યાં એક નાનકડી દુકાનમાં પિતા વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવતા અને ગામડામાં જ વેચતા કારણ કે એ તેમનો જૂનો ધંધો હતો.બધા ભાઈઓને વારસામાં મળીને ધંધો મળ્યો અને બધા ફરસાણના કારીગર બન્યા અને બારમા ધોરણમાં ત્રણ વિષયમાં નાપાસ થયા પછી આગળ ભણ્યા નહિ.

હવે અહીંયા થી શરૂઆત થાય છે કે, 1990 માં બીપીનભાઈ એકલા રાજકોટ આવ્યા હતા અને તેમના દીકરાની સાથે પાર્ટનરશીપમાં ગોકુલ બ્રાન્ડ નામથી ફરસાણની કંપનીની શરૂઆત કરી હતી અને એક વર્ષની અંદર કામ ચલાવ્યો પરંતુ બ્રાન્ડ નેમ સહિત આખો બિઝનેસ તેમને આપી દીધો હતો.

1994માં ગોપાલ બ્રાન્ડ નામથી એક અલગ બિઝનેસ શરૂ કર્યો હતો અને ફરી એક વખત નવા ધંધાની શરૂઆત થઈ. સૌથી મોટી વાતો એ છે કે બિઝનેસની શરૂઆતના સમયમાં રૂપિયાના રોકાણ વિના કરવામાં આવી હતી અને ઉધારમાં લોટ તેલ અને બાકીના મસાલા લઈ આવે અને જાતે જ બનાવવાનું તેમજ જાતે જ પેકિંગ કરવાનું અને પછી ફેરવવાની જેમ વેચવા માટે પણ આપી દેવામાં આવે.તેમાંથી જે પૈસા મળતા હતા તેમાંથી ફરી એક વખત પાછું ફરસાણ બનાવવાનું અને સાયકલ ચાલતી ગઈ હતી અને ઘરમાં રહેવાનું હતું તેમજ ઘરમાં ફરસાણ બનાવવાનું હતું.

હરીપર પાળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમણે ફેક્ટરી ની શરૂઆત કરી હતી.ઓપ્ટ્રોઈના ખર્ચને લીધે ઘણો ખર્ચો વધી ગયો હતો.ડેવલોપ ન થઈ શકવાને કારણે તે વેચીને ફરી એક વખત સિટીમાં આવવું પડ્યું હતું અને બીજી જગ્યામાં સીટી ની અંદર જ સાત વર્ષ સુધી કામ ચલાવ્યું હતું.ત્યાર પછી ધીરે ધીરે વિકાસ થતો ગયો હતો અને આ વિકાસ થવાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ મશીનરી ખરીદવાનો બદલે જાતે જ આરએનડી કરીને બનાવીને હતું.

આ તમામ મશીનરી જાતે બનાવવાનો ફાયદો એ છે કે બજારની સરખામણીમાં 80 થી 90 % જેટલી મશીનરી સસ્તી પડે છે અને ક્વોલિટી પણ જાળવી રાખવામાં આવે છે તેમજ તેના પિતાજીની વાતોને તેઓ વળગી રહ્યા હતા. આપણે ઘરે ખાવી તેવું જ ગ્રાહકને ખવડાવો આ પિતાજી નો મંત્ર હતો અને તેની સાથે બીપીનભાઈ વળગી રહ્યા હતા. સસ્તુરો મટીરીયલ લઈને પડતર પોસ્ટીંગ નીચું લાવવાના કાર્ય પણ પ્રયત્ન કર્યા નથી અને પડતર કોષ નીચે લાવવા માટે દરેક વખતે ઓટોમેશન મશીન નો સહારો લીધો હતો.

વાત કરીએ તો 2010માં મેટોડા ની અંદર ફેક્ટરી લીધી હતી અને ત્યાર પછી બાંધકામ બધું થઈ ગયું હતું તેમાં ઘણો બધો ફાયદો થયો.પછી પ્રોડક્શન પણ તરત જ શરૂ થઈ ગયું હતું અને પ્રગતિનો ગ્રાફ પણ રોકેટની ગતિએ આગળ વધ્યો હતો. વર્ષ 2007 થી લઈને વર્ષ 2012 સુધીમાં અઢી કરોડથી લઈને 250 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી અને દર વર્ષે અઢીસો કરોડનો ક્રોધ થયો હતો તેમજ 1200 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી.

જેમણે જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને ત્યાર પછી તેમને આ પ્રકારની મોટી ભવ્ય સફળતા મળી છે.નમકીનની બ્રાન્ડ તરીકે ગોપાલ આજે સુરત તેમજ ગુજરાત અને દેશના અન્ય બધા આઠ રાજ્યોની અંદર ખૂબ જ જાણીતી બ્રાન્ડ બની ગઈ છે.

આજે આ બ્રાન્ડ ની વેલ્યુ ₹3,000 કરોડથી પણ વધારે છે અને તેમની પત્ની દક્ષાબેન નું નામ ગુજરાતની સૌથી પહેલી ધનિક મહિલાઓની અંદર ત્રીજા ક્રમે આવે છે.તેમજ પરિવારના બીજા સભ્યોની અંદર મોટાભાઈ પ્રફુલભાઈ પણ કંપનીની સાથે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષથી બીપીનભાઈ નો પુત્ર રાજ પણ ઘણી બધી જવાબદારી નિભાવી રહ્યો છે.

અત્યારે નાગપુરમાં ચૌધરી સરકારની જગ્યામાં ગોપાલ નમકીનને ખૂબ જ મોટો પ્લાન્ટ બની રહ્યો છે અને લગભગ 2000 થી પણ વધારે લોકોને રોજગારી મળી રહ્યો છે તેમજ બીપીનભાઈ દેશમાં દર પાંચ સો કિલોમીટર એ ગોપાલની એક ફેક્ટરી બનાવવા જઈ રહ્યા છે અને દિલ્હી કોલકત્તા અને બેંગલોરના આસપાસના વિસ્તારની અંદર પણ પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેમજ સમગ્ર પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરવાનો પણ પ્લાન છે.

વેફર માટેનો બીપીનભાઈ એક અલગ જ પ્લાન્ટ અમરેલી ની અંદર આવેલા મોડાસામાં બની રહ્યો છે તેમજ એક મહિનાની અંદર કાર્યરત થશે તેમ જ અમે ₹35,000 ટનનું ગુજરાતની અંદર સૌથી મોટું સ્ટોરેજ પણ બનાવી રહ્યા છે અને અત્યારે કંપની 1000 કરોડથી પણ વધારે છે તેમજ આવતા પાંચ થી સાત વર્ષની અંદર વધારીને પાંચ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચાડવા માટે બીપીનભાઈ અને તેમની ટીમ આગળ વધી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »