રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની સૌરાષ્ટ્ર સંભાગની બેઠકમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લાના પ્રતિનિધિઓ હાજરી આપી પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરી
જિલ્લા પ્રતિનિધિનો વ્યક્તિગત પરિચય દરેક જિલામાં સંઘટને કરેલ કાર્યોનુ અહેવાલ વૃત કથન કરવામાં આવ્યું હતું
દરેક જિલ્લાઍ લેખીત અને મૌખિક પ્રશ્નો રજૂઆત અને ચર્ચા સકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમ કૅ જેમા સમાજ પ્રત્યે શીક્ષકની કર્તવ્ય ભાવનાને મૂર્તિમંત કરતી દીકરી દત્તક યોજના માટે પ્રેરણા મળી હતી.
રામજન્મભૂમિ નિર્માણમાં સહયોગ આપવા આહવાન
આધુનિક ઋષિ દતોપંતજી ઠેંગડી શતાબ્દી જીવન કથન શ્રી કુલદીપસિંહ ગોહિલે પરિચય આપ્યો અવસાન પામેલા શિક્ષક સહીત તમામ કોરોના વોરિયર્સને તેમજ અકસ્માત અવસાન પામેલ શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પ્રાથમિક શૈક્ષિક સંઘ મહા મંત્રી શ્રી રતુભાઈ ગોળે સંઘટન અને સરકાર શ્રી દ્વારા ચાલતી વિવિધ શિક્ષક હિતની યોજનાઓની માહિતિ અને પ્રગતિની ખાત્રી આપી હતી એચ.ટાટ ના પ્રશ્નો
ઓ પી કેમ્પ અને જિલ્લા ફેર કેમ્પ રેસિયો ટકાવારીમાં ફેરફાર થશે પરીક્ષા સેવા વર્ગ ૨ માટે અનુભવ ગણી પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવા યોગ્ય ગણવા.
વ્યાયામ શિક્ષકોને વિકલ્પ આપવાના પ્રશ્નનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે.
htat ની જેમ વ્યાયામ શિક્ષકોને અલગ જ કેડર ગણવી.
જુની પેન્શન યોજના
7 મુ પગાર પંચ સમિક્શા
આમ ઉપરોકત મુદાઓ સાથે શૈક્ષિક સંઘની પ્રાંતની ટીમ સતત સરકાર શ્રી સાથે સંપર્ક મા રહીને આગળ વધારી રહી છે જેની તબક્કાવાર જરુર શિક્ષક હિતની જાહેરાત થશે.
જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ આહિર, પ્રદેશમંત્રી શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી,સંગઠન મંત્રી શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ, કોષાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પરમાર એ હાજરી આપી હતી અને જિલ્લાના પડતર પ્રશ્નો બાબતે પ્રાથમિક સવર્ગના રાજ્ય અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલને રૂબરૂ રજુઆતનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા