ઊનામા બે દિવસ પહેલા ચોર ટોળકી એ તમાકુના ડબ્બા ની દુકાનમાંથી ચોરી કરી હતી તે ગણતરીની કલાકોમાં પકડી પાડતી ઉના પોલીસ સુંદર કામગીરી જોવા મળી
ઊનામા બે દિવસ પહેલા ચોર ટોળકી એ તમાકુના ડબ્બા ની દુકાનમાંથી ચોરી કરી હતી તે ગણતરીની કલાકોમાં પકડી પાડતી ઉના પોલીસ સુંદર કામગીરી જોવા મળી ચોરીમાં ગયેલ કુલ રૂ .૧,૭૩,૨૦૦ / – ના મુદામાલ સાથે કુલ -૩ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ઉના પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેજ જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા.ગીર સોમનાથ દ્વારા મિલકત વિરૂધ્ધના ચોરીના ગુન્હાઓ શોધી કાઢી , આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરેલ હોય જેથી વેરાવળ ડીવીજનના મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી વી.એમ.ચૌધરી સાહેબનાઓએ પો.સ્ટે.માં અલગ અલગ ટીમ બનાવી તાત્કાલીક ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ જે હેઠળ પો.સ.ઇ. શ્રી.જે.વી.ચુડાસમા સા તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ.એ.પી.જાની તથા પો.કોન્સ સંદિપસિંહ વલ્લભભાઇ તથા
ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા જયેશભાઇ ભીમાભાઇ એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.ટાઉન વિસ્તાર પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ નાઓને મળેલ સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે , મેઇન બજારમાં આવેલ બાલુભાઇ બ્રધર્સ નાઓના દુકાનમાંથી ચોરાયેલ બાગબાન માર્કવાળી ૧૩૮ તમ્બાકુના નાના ડબ્બાના ચાર કાર્ટુન જે એક કાર્ટુનમાં ૪૫ ગ્રામના ૨૦૦ ડબ્બા હોય જે એક ડબ્બાની કિંમત રૂ .૨૧૬.૫0 / – છે જે એક કાર્ટુનો ભાવ રૂ .૪૩,૩૦૦ / – થાય એમ કૂલ ડબ્બા ૮૦૦ જેની કુલ કિ.રૂ .૧,૭૩,૨૦૦ / – ની ઉના કોર્ટ વિસ્તારમાં રહેતા ( ૧ ) સિરાજ ઉર્ફે પે હનીફભાઇ પઠાણ મુસ્લીમ ઉ.વ .૨૨ ધંધો.મજુરી રહે.ઉના કુચ – કુચ ફળીયું શકલા મજીદની પાસે ( ૨ ) મહમદજુનેદ મહમદરફીક સુમરા તાઇ મુસ્લીમ ઉ.વ .૨૦ ધંધો.મજુરી રહે.ઉના પટેલવાડી કર્બસ્તાનની સામે ( ૩ ) તાસીબ હાજીભાઇ સોરઠીયા મુસ્લીમ
રિપોર્ટર :- અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના