ભૂતિયા ગામે વૃક્ષારોપણ દ્વારા મુનીવનનું નિર્માણ કરાયુ
ભૂતિયા ગામે વૃક્ષારોપણ દ્વારા મુનીવનનું નિર્માણ કરાયુ
શિહોર તાલુકાના ભૂતિયા ગામે મુનિબાપા આશ્રમ હડમતીયાના સંતશ્રી કાળુબાપુના આશર્વાદથી વૃક્ષારોપણ કરી મુનીવનનું નિર્માણ કરવામાં આવ્યુ ભૂતિયા ગામે કાળુબાપુની મઢુલી ખાતે ગોવિંદ ભગત અને સેવક સમુદાય દ્વારા વડસાવિત્રી પૂનમને લઈ મજૂર પરિવારની નાની બાળાના હાથે પ્રથમ વડલાનુ વૃક્ષ રોપીને વૃક્ષા રોપણનો પ્રારંભ કર્યો હતો
સાથે સહયોગી સંસ્થાઓમાં સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.બી.વાઘેલા અને સ્ટાફ સાથે ગુજરાત ફોરેસ્ટ વિભાગના શિહોર આર.એફ.ઓ. સુમિતાબેન ડાકી,ઉમરાળા આર.એફ.ઓ.નીલમબેન ગોલેતર,વી.કેર ફાઉન્ડેશન વળાવડ,પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા,ભુતિયા ગ્રામ પંચાયત સહિતના દ્વારા વડ સાવિત્રી પૂનમને દિવસે વડલા,પીપળા, બોરસલી,લીમડા,સહિતના વિવિધ અસંખ્ય વૃક્ષો રોપવામાં આવ્યા અને સુંદર હરિયાળા મુનિવનનુ નિર્માણ કરાયુ
રિપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા