આજીવન કારાવાસની સજા ભોગવતા ડબલ મર્ડર નાં ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબની સુચના હેઠળ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ફરાર કેદીઓને તાત્કાલિક પકડી પાડી જેલમાં મોકલી આપવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ.
જે સુચના અન્વયે ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને  મળેલ બાતમી આધારે આજીવન કેદની સજા થયેલ અને ફર્લો રજા મેળવી ફરાર થયેલ કેદી નંબર-૪૭૩૬૨ અજીત ઉર્ફે ભોપલો ત્રિકમભાઇ સાથળીયા રહેવાસી મોણપર તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળો વલ્લભીપુર બજરંગ ચોકડી પાસેથી પકડી પાડી મજકુરને રાજકોટ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે,
મજકુર કેદી વલ્લીભીપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૫૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨ (ખુન) ના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને તેને ૧૫ દિવસની ફર્લો રજા મેળવી જેલ બહાર આવેલ અને મજકુર કેદીને તારીખ ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ મજકુર આરોપી હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો જેને પકડી પાડી પરત રાજકોટ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા મનદિપસિંહ ગોહિલ તથા  ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »