બાબરામાં તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને મળી કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વિશાળ સાયકલ રેલી યોજાશે
બાબરામાં તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને મળી કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વિશાળ સાયકલ રેલી યોજાશે
બાબરામાં નિલવળા રોડપર આવેલ મેલડીમાંના મંદિરે શહેર અને તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાય હતી જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ, મનસુખભાઈ પલસાણા, ધીરુભાઈ વહાણી,કિશોરભાઈ દેથળિયા,ખીમજીભાઈ મારૂ, બાબુભાઇ કારેટિયા,બાવાલાલ હિરપરા,મુસાભાઈ પરમાર, અશ્વિનભાઈ સાકરીયા,લખુભાઈ બસિયા,ખોડાભાઈ રાતડીયા, સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
અહીં માતાજીના મંદિર ખાતે મળેલ કોંગ્રેસની કારોબારી બેઠકમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કારમી મોંઘવારીના મુદાને લોકોના ઘર સુધી પહોંચાડવા કાર્ય કોંગ્રેસના દરેક સૈનિક દ્વારા કરવું પડશે તેવું જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આકરા પ્રહાર કર્યા હતા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા જણાવ્યું હતું કે હાલ મોંઘવારીએ માઝા મૂકી છે ગરીબ અને મધ્યમ વર્ગ કારમી મોંઘવારીના કારણે મુંજાઈ ગયો છે એક તરફ કોરોનાના કારણે ધંધા રોજગાર ભાંગી ગયા છે બીજી તરફ શાકભાજી,તેલ, કઠોળ,ગેસ અને પટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચી રહ્યા છે.
ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની આંખ અને કાન ખોલવા લોકોમાં ચેતના જગાડવા આગામી ૧૦ જુલાઈના રોજ બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સવારે ૧૦ કલાકે જલારામ મંદિર થી રિલાયન્સ પેટ્રોલપંપ સુધી જન ચેતના યાત્રા કાઢશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ આ યાત્રામાં દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાયકલ સાથે જોડાશે એક પ્રકારે આ સાયકલ યાત્રા કાઢી ભાજપ સરકારને કારમી મોંઘવારીનો વિરોધ પ્રદર્શન જગાડવાનો પ્રયાસ કરાશે તેવું જણાવ્યું હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા