રાજુલાના આગેવાનો દ્વારા તાઉ તે વાવાઝોડાના સર્વેમાં થયેલ ગોલમાલ ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજુલાના આગેવાનો દ્વારા તાઉ તે વાવાઝોડાના સર્વેમાં થયેલ ગોલમાલ ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
વાવાઝોડામાં થયેલ નુકશાન પેટે સરકાર શ્રી દ્વારા કેશડોલ ની રકમ ઘરવખરી ની સહાય તેમજ મકાન નુકસાની સહાય મંજુર થયેલ છે તો એક મહિના કરતાં પણ વધુ સમય થયા હોવા છતાં હજુ સુધી ગામમાં બધા લોકોને આ સહાયનો લાભ મળ્યો નથી.
જરૂરીયાતમંદ લોકો સહાયથી વંચિત છે.તો બિન જરૂરી લોકોને સહાય ચૂકવવામાં આવી છે. બાબતે જવાબદાર કોણ ? કેમ યોગ્ય રીતે સર્વે થયો નથી? તો બીજી તરફ લગવગિયાને ક્યાં આધાર ઉપર સહાય ચૂકવવામાં આવી?
તે બાબતે તપાસ કરવી જરૂરી છે જેથી દરેક વ્યક્તિને આ સહાયનો લાભ મળે અને વહેલી તકે મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર દેવામાં આવ્યું જીવણ જીતીયા યુવા આગેવાન રાજુલા શીવાભાઈ વાઘ ભગીરથ ભાઈ કોટીલા રમેશભાઈ વાઘ