શાહરૂખ ખાનનાં ઘર મન્નતમાં હીરા જડેલી નેમપ્લેટ, તસવીરો થઈ વાયરલ
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના આલીશાન ઘર જે મન્નતના નામથી ઓળખાય છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જી હાં, કિંગ ખાનની મન્નતની સુંદર નેમપ્લેટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. પોતાના ઘરની બાલ્કનીમાંથી પોતાના ચાહકોને અવારનવાર પોતાની ઝલક આપનાર અભિનેતાએ પોતાના ઘરની બહાર હીરા જડેલી નેમપ્લેટ લગાવી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. શાહરૂખના ચાહકો ઘરની બહાર ભેગા થતા જોવા મળ્યા હતા અને નેમપ્લેટ સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા. શાહરૂખની ફેન ક્લબે આ નવા અદ્ભુત નેમપ્લેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ચિત્રોમાં ડાબી બાજુએ ‘મન્નત’ અને જમણી બાજુ ‘લેન્ડસેન્ડ’ સાથેની બે હીરાની નેમપ્લેટ જોઈ શકાય છે. પહેલાં, તે એક બ્લેકબોર્ડ હતું જેમાં વોટિવ લેન્ડસેન્ડ એમ્બોસ્ડ હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન આગામી સમયમાં દિપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.