લક્ષ્મી રૂપે દીકરી નો જન્મ થતાં. લાખો રૂપિયાની કમાણી રૂપે લક્ષ્મી દીકરી ની દેખભાળ માટે જતી કરી
મોટા ભાગે આપણા દેશમાં પિતા બન્યા બાદ લોકો 10-12 દિવસની રજા મળતી હોય છે. ત્યાર બાદ બાળકની તમામ જવાબદારી લગભગ માતા પર આવી જતી હોય છે. પણ એક પિતા પોતાના બાળકની દેખરેખ રાખવા માટે લાખો રૂપિયા નોકરી છોડી દે તેવું ભાગ્યે જ બનતું હોય છે. આ શખ્સ ઈચ્છે છે કે, તે પોતાની બાળકી સાથે વધુમાં વધુ સમય વિતાવે. તેના જણાવ્યા અનુસાર, આ એક પ્રકારે તેના કરિયરમાં પ્રમોશન છે. આ બધી વાત આપને થોડી અજુગતી લાગશે, પણ સત્ય છે.
આઈઆઈટી ખડગપુરથી અભ્યાસ કરનારા અંકિત જોશીએ કહ્યું કે, તેમણે પોતાની નવજાત દીકરી સાથે સમય વિતાવવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તે કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા.હ્યૂમન ઓફ બોમ્બેની સાથે એક ઈન્ટરવ્યૂમાં પોતાના નિર્ણય વિશે અંકિત જોશી જણાવે છે કે, દીકરીના જન્મના થોડા દિવસ પહેલા મેં મારી હાઈ સેલરી નોકરી છોડી દીધી. મને ખબર છે કે આ એક અજીબોગરીબ નિર્ણય છે. લોકોએ તેમને સલાહ આપી કે આગળ અઘરુ થઈ જશે. જો કે મારી પત્નીએ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
સમય આપવો વધારે જરુરી અંકિત જોશીએ સમજાવ્યું કે, એક કંપનીમાં સીનિયર વાસ પ્રેસિડેન્ટ તરીકે, નોકરી માટે વારંવાર મુસાફરી કરવી પડતી હતી. જો કે, તેઓ પોતાની દીકરી સ્પીતિ માટે આ કરવા તૈયાર નહોતા. તેણે કહ્યું કે, મારી દીકરી આ દુનિયામાં આવી તે પહેલા જ મને ખબર હતી કે, હું મારો બધો સમય તેની સાથે વિતાવીશ. મારો પિતૃત્વ અવકાશનો જે સમય મળે છે, તેનાથી પણ વધારે. મને ખબર છે કે આ અઘરો નિર્ણય છે.
રાજીનામાનો વિકલ્પ પસંદ કર્યો એ જાણતા હોવા છતા કે કંપની તેની અઠવાડીયાથી વધારે રજા નહીં આપે. જોશીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. પોતાની નોકરી છોડ્યા બાદ જોશીએ પોતાનો બધો સમય દીકરીની દેખરેખમાં આપ્યો. દીકરીનું નામ આવું એટલા માટે રાખ્યું કે, તે તેમની પત્ની સાથે સ્પીતિ ઘાટીની મુસાફરી કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
ફરીથી નોકરી શોધશે જોશીએ કહ્યું કે, તે થોડા મહિના બાદ નવી નોકરી શોધી લેશે. આ દરમિયાન તે પોતાની દીકરી સાથે સમય વિતાવશે. તેમણે છેલ્લે કહ્યું કે, બાળકોના જન્મ વખતે પિતાને જે રજા મળે છે અને મહિલાઓને જે રજા મળે છે, તેનાતી સાબિત થાય છે કે બાળકના જન્મ સમયે મહિલાની ભૂમિક પિતા કરતા વધારે હોય છે. મને આ જોઈને નિરાશા થઈ એટલા માટે મેં પણ એક પિતા તરીકે વધુમાં વધુ સમય બાળકને આપવાનું વિચાર્યું અને નોકરી છોડી દીધી.