બાજરીના રોટલા ખાશો તો નહીં ખાવા પડે દવાખાનાના ધક્કા,જાણો આ છે કારણો

ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ એટલે કે મલ્ટીગ્રેન ખાવાનું ચલણ અત્યારે વધુ પ્રમાણ માં જોવા મળે છે. બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે જે આપને સૌ જાણતા નથી.

બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ,મેગ્નેશિયમ,મેંગેનીઝ,ફોસ્ફરસ, વિટામિન બી,એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા અનેક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.બાજરીના રોટલા ન માત્ર પાચનતંત્ર સારું રાખે છે પણ બીપી અને હાર્ટ અટેકેની ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

ગામડામાં ચુલા પર બનતા દેશી બાજરીના રોટલાનું ચલણ ઓછું થઈ રહ્યું છે.પરંતુ બાજરીનો રોટલો શરીરમાં ખુબ જ ઉપયોગી છે.બાજરીનો રોટલો ખાવાથી થાય છે અનેક ફાયદા

હૃદય માટે બેસ્ટ છે બાજરીનો રોટલો.બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને પુરતી શક્તિ આપે છે.તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે.જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે.તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.

હાડકાંઓ માટે પણ બાજરાનો રોટલો બેસ્ટ હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી સારો માનવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પણ હોય છે.જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં દરરોજ બાજરી ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી.જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે.

એનર્જીનો માટે બેસ્ટ સોર્સ શિયાળામાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે.તેથી એવામાં બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે પુરતી મળે છે.બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી ઊર્જાવાન રહે છે.

બાજરો પાચનતંત્રને મજબૂત બનાવે છે બાજરીમાં ભરપૂર પ્રમાણ માં ફાયબર હોય છે જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે.કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા હોવ તો પેટની સમસ્યાઓને બાજરી ખતમ કરી શકે.

ડાયાબિટીસમાં છે બેસ્ટ બાજરો કેટલાયે રિસર્ચમાં આ વાત સામે આવી છે કે,બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે.બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે.આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે.બાજરાનો રોટલો ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »