શા માટે ધાર્મિક ગ્રંથો ડુંગળી ખાવાની ના પાડે છે? જાણો આ પ્રાચીન સમયની આ માન્યતા વિશે
ગરીબોની કસ્તુરી તરીકે જાણીતી ડુંગળી લગભગ દરેકના ઘરમાં રસોડામાં કામમાં આવતી હોય છે.ઘણા લોકો તો એવું કહેતા હોય છે કે,જો ડુંગળી ના હોય તો ખાવામાં કોઈ સ્વાદ આવતો નથી. તેમાં પણ અત્યારની ફાસ્ટ ફૂડ અને બજારુ વળી જિંદગીમાં દરેક નાસ્તા અને રસોઈ ડુંગળી વગર બનવી જાણે નામુમકીન બની જાય છે.
પ્રાચીન ગ્રંથમાં લસણ અને ડુંગળી ખાવા પર પ્રતિબંધ છે.ઘણા સંપ્રદાયના લોકો લસણમાં ડુંગળીનું સેવન કરતા નથી.પરંતુ શું તમે જાણો છો કે શા માટે ડુંગળી અને લસણ સેવન કરતા નથી.તો ચાલો આજે તમને જણાવીએ ડુંગળી ખાય તો ખુબજ ખતરનાક સાબિત થાય છે.
આપણા હિન્દુધર્મમાં લસણ ડુંગળી ને તામસિ પદાર્થ ગણવામાં આવે છે.જે લોકોને લીવરની સમસ્યા હોય અથવા તો કીડનીને લગતી કોઈ બીમારી હોય તે લોકોએ કાચી ડુંગળીનું સેવન ક્યારે ન કરવું જોઈએ.કાચી ડુંગળી થી લીવર પર ખૂબ જ ખરાબ થાય છે.અને જો તમે કાચી ડુંગળીનું સેવન કરશો તો લિવરને લગતી સમસ્યા ક્યારેય મટતી નથી.
આ સિવાય જે લોકોને એનિમિયાથી પીડાતા હોય તે લોકોએ ક્યારેય કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.એનીમિયા થવાના કારણે શરીરમાં આયન ની ખામી થાય છે.અને લોહી બનતું બંધ થાય છે.જો શરીરમાં લોહી ઓછું હોય તો ક્યારેય તેનું સેવન ન કરવું જોઈએ.કારણ કે કાચી ડુંગળી ખાવાથી લોહીનું સ્તર ઘટે છે.
ઘણી વખત કાચી ડુંગળીનું સેવન કરવાથી લોકોને માથાનો દુખાવો થતો હોય છે.આ સિવાય કાચી ડુંગળીનું સેવન કરવાથી નસો ફૂલી જાય છે.જેથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે માટે જે લોકોને લો બ્લડપ્રેશરની તકલીફ હોય તે લોકોએ ક્યારેય ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
જ્યારે ધાર્મિક ગ્રંથમાં ડુંગળી ખાવાની ના પાડે છે.કારણ કે, તેની પાછળ એક કથા છે.જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે વિષ્ણુની નામની એક મોહિની અમૃત મંથનમાંથી બહાર નીકળી હતી.ત્યારે રાહુ એ જોયું કે તે ફક્ત દેવતાઓ જ વેચી રહી છે.ત્યારબાદ રાહુએ વેશપલટો કરીને એક સુંદરી બની તે દેવતાઓની લાઈન માં બેસી ગઈ અને આ જોઈને ચંદ્રદેવ બોલ્યા કે રાક્ષસ અહિયાં ના હોય.ત્યારે જાણીને હરિ વિષ્ણુ તેના સાચા સ્વરૂપમાં દેખાય અને સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યો.
જ્યારે રાહુએ અમૃત પીધું હતું ત્યારે અમૃત હજી ગળાથી નીચે ઊતર્યો નહોતો એટલે માથું અને અમૃત જમીન પર પડ્યો અને ધડ નીચે પડ્યું.રાહુ અને કેતુ ના ચહેરા અમર થઈ ગયા કારણકે અમૃત માથા માં હતું.પરંતુ ધડ ન થયું.એવું કહેવામાં આવે છે કે રાહુ અને કેતુ ના ધડ જ્યાં પડયા ત્યાં ડુંગળીના છોડમાંથી અલગ થયા હતા એટલે જ આ કારણથી ડુંગળીમાં કાપવામાં આવે તો તેની અંદર શંખ અને ચક્ર દેખાય છે.એવું કહેવાય છે કે જ્યારે વિષ્ણુ ભગવાને રાહુ અને કેતુના માથા કાપી નાખ્યા ત્યારે અમૃતના થોડાંક ટીપાં જમીન પર પડ્યા હતા.ત્યાંથી લસણ અને ડુંગળી ના છોડ ઉત્પન્ન થયા હતા.એટલે સૂક્ષ્મ જંતુઓ નાશ કરવા માટે તે અમૃત સમાન છે.પરંતુ તે રાક્ષસના માથા માંથી પડ્યું હતું એટલે તેને તીવ્ર ગંધ આવે છે અને અશુદ્ધ છે.માટે ડુંગળી નું સેવન ના કરવું જોઈએ.