એક એવો વાળંદ જે કાતરથી નહીં પણ હથોડીથી અને ચાકુ થી વાળ કાપે છે.જૂઓ વિડિયો
સોશિયલ મીડિયા પર દરરોજ આવા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને બધા ચોંકી જાય છે.આવો જ એક વીડિયો પાકિસ્તાનમાંથી વાયરલ થયો છે જેમાં એક સલૂન માલિક હથોડી અને છરી વડે કટિંગ કરે છે.
વાસ્તવમાં,પાકિસ્તાનના લાહોર શહેરનો આ સલૂન માલિક આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.તેનું નામ અલી અબ્બાસ છે જે તૂટેલા કાચ,હથોડી, કસાઈની છરી અને સળગતી આગનો ઉપયોગ કરીને તેના ગ્રાહકોના વાળ કાપે છે.
અલી અબ્બાસની દુકાન લાહોર શહેરમાં છે.ખાસ વાત એ છે કે કોઈ ગ્રાહક અલી અબ્બાસના આ વિચિત્ર શોખનો શિકાર બન્યો નથી.પાકિસ્તાનની ARY ચેનલ સાથેની વાતચીત દરમિયાન અબ્બાસે કહ્યું કે તે કંઈક અલગ કરવા માંગે છે, દરરોજ કોઈને કોઈ વિચાર તેના મગજમાં આવે છે અને તે તેનો ઉપયોગ પોતાના વાળમાં કરે છે.
તેણે એ પણ જણાવ્યું કે કોઈપણ નવી પદ્ધતિ અજમાવતા પહેલા તે સંપૂર્ણ તાલીમ લે છે જેથી કોઈ ગ્રાહકને નુકસાન ન થાય. શરૂઆતમાં તેના ગ્રાહકો પણ ડરી ગયા હતા,પરંતુ ધીરે ધીરે અબ્બાસ એટલો ફેમસ થઈ ગયો કે હવે મોટી સંખ્યામાં ગ્રાહકો તેના સલૂનમાં પહોંચે છે.
સામાન્ય રીતે વાળને લેયર કરવા માટે વાળંદો કાતરનો ઉપયોગ કરે છે,પરંતુ અલી અબ્બાસે કાચના ટુકડાનો ઉપયોગ કરીને વાળને લેયર કરવાની અનોખી રીત શોધી કાઢી છે.અલી અબ્બાસે કહ્યું કે તે પોતાનું કામ દિલથી કરે છે અને તેની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
જણાવી દઈએ કે અલી અબ્બાસના ગ્રાહકો માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ છે.એક મહિલા ગ્રાહકે કહ્યું કે શરૂઆતમાં તે આ રીતે હેરકટ કરાવવાથી ઘણી નર્વસ હતી, પરંતુ સમય જતાં બધું સામાન્ય થવા લાગે છે.