ભોપાલ નાં કારીગરો એ નકામા ભંગારમાંથી બનાવી રુદ્ર વીણા, આટલો છે વજન અને ઉંચાઈ…..
ભોપાલમાં કલાકારોએ ભંગારમાંથી 28 ફૂટ લાંબી,12 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી રુદ્ર વીણા બનાવી છે.આ વીણા 5 ટન એટલે કે 50 ક્વિન્ટલ વજનની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આને બનાવવામાં 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે.આ પૂર્ણ વીણાને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે.આ વાદ્ય યંત્રને ગાડીઓના પાર્ટ્સ જેમ કે ચેન,કેબલ,ગિયર,બોલ બિરિંગ વગેરેથી બનાવવામાં આવ્યુ છે.15 આર્ટિસ્ટોએ મળીને આ વીણા પર કામ કર્યુ અને તમામ પાર્ટ્સને ખૂબ સમય આપીને એકઠા કરાયા.
આ વીણાને ભોપાલના અટલ પથ પર મૂકવામાં આવશે જ્યાં લોકો સેલ્ફી લઈ શકે.ભોપાલમાં ભંગારમાંથી જુગાડનો આ પાંચમો મોટો પ્રોજેક્ટ છે.આ વિશે આર્ટિસ્ટે જણાવ્યુ કે કબાડથી કંચન નામની થીમ હેઠળ આ વીણાને તૈયાર કરાઈ છે.
15 આર્ટિસ્ટ સ્ક્રેપને એકત્ર કરવામાં અને ડિઝાઈન કરવામાં કાર્યરત હતા. ભારતમાં આજની જનરેશનને ભારતીય સંસ્કૃતિ વિશે ઓછી ખબર છે દરમિયાન આ વીણા હેઠળ તેઓ ભારતીય સંસ્કૃતિ વિશે વધારે જાણી શકે છે.
ઉલ્લેખનીય છેકે અયોધ્યામાં 14 ટનની ભવ્ય બ્રોન્ઝ વીણા બનાવાઈ છે પરંતુ દાવો છે કે ભંગારમાંથી ભોપાલમાં દુનિયાની સૌથી મોટી વીણા બનાવાઈ છે.