શતાબ્દી મહોત્સવ માં રોજ આટલાં લોકોની બને છે રસોઈ,આવડું મોટું રસોડું અને કરે છે આટલાં લોકો ની ટીમ…..
ભક્તિ અને ભાવસભર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે.અમદાવાદના ઓગણજમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભક્તિ સાથે સંસ્કૃતિનો સમન્વય જોવા મળી રહ્યો છે.અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત કરી રહ્યા છે.
15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી એક મહિના સુધી ચાલવાનો છે.જેમાં દેશ-વિદેશમાંથી આવેલા તજજ્ઞો અને વિદ્વાનો દ્વારા રોજ વિવિધ વિષયો પર વ્યાખ્યાન કરવામાં આવશે.અમદાવાદમાં ઉજવાઈ રહેલા શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
નગરની મુલાકાતે આવતા હરિભક્તો સહિત જાહેર જનતા માટે નગરમાં અલગ-અલગ સ્થળોએ 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે,જેમાં ભોજન માટે વિવિધ પ્રકારના નાસ્તા આપવામાં આવે છે.
ત્યારે શતાબ્દીની ઉજવણી માટે ઓસ્ટ્રેલિયાથી આવેલા અમદાવાદના નિલેશ મિસ્ત્રી અને નીલાબેન ગદાણી સાથે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પ્રેમવતીના મેનેજમેન્ટને પ્રેમવતીમાં તૈયાર કરવામાં આવતા ફૂડ વિશે જણાવ્યું હતું, જેઓ પ્રેમવતી 11 નંબરનું આયોજન સંભાળતા હતા.
નિલેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બાપાના શતાબ્દી મહોત્સવનો લહાવો લેવા માટે લાખો હરિભક્તો દેશ અને દુનિયામાંથી અહીં આવી રહ્યા છે.
ત્યારે 600 એકરમાં પથરાયેલા આ નગરમાં કોઈપણ જગ્યાએ ભીડ ન થાય અને લોકોને સરળતાથી પ્રસાદરૂપી ભોજન અને નાસ્તો મળી રહે એ માટે 30 જેટલી પ્રેમવતીનું નિર્માણ કરાયું છે.
સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા લોકોની પહેલી પસંદ નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે પ્રેમવતીની અંદર ત્રણ કેટેગરીમાં વસ્તુઓ મળે છે.એક છે ગરમ ભોજન, lબીજું છે નાસ્તા અને ત્રીજું છે ઠંડી વસ્તુઓ,એટલે કે કોલ્ડ્રિંક્સ અને આઇસક્રીમ.
આમ,જો મુખ્ય વાત કહું તો અહીં સ્વામિનારાયણ ખીચડી,ગુજરાતી,પંજાબી,ચાઈનીઝ અને ફાસ્ટફૂડમાં પિત્ઝા આમ કુલ મળીને 100થી વધુ પ્રકારની વસ્તુઓ અહીં મળી રહી છે,પરંતુ સૌથી વધુ જો કોઈ વસ્તુની મુલાકાતીઓ ડિમાન્ડ કરતા હોય તો એ સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા છે.
નિલેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ નગરની 30 પ્રેમવતી પૈકી મોટી પ્રેમવતીમાં રોજના 2500 કરતાં વધુ લોકો મુલાકાત લેતા હોય છે.સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા ડિમાન્ડમાં છે.
જેને કારણે માત્ર એક જ દિવસમાં 5 ટન ખીચડી બને છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે.નિલેશભાઈએ જણાવ્યું હતું કે અહીં રોજના 1 લાખથી વધુ મુલાકાતીઓનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
ત્યારે આટલા બધા લોકો સુધી ભોજન પહોંચાડવા માટે હાઈફાઈ ટેક્નોલોજીવાળા મશીનથી ભોજન તૈયાર કરીએ છે, જેને કારણે ખૂબ જ ઓછા સમયમાં ભોજન તૈયાર થઈ જાય છે.
આ માટે સવારે 3 વાગ્યાથી રસોડું શરૂ થઈ જાય છે,જે રાત્રિના 10 વાગ્યા સુધી ધમધમે છે. નિલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જો માત્ર પ્રેમવતીની વાત કરીએ તો 30 જેટલી પ્રેમવતીમાં 3900 જેટલા હરિભક્તો સેવા આપી રહ્યા છે.
જેમાં 1700 જેટલા હરિભક્તો પ્રોડક્શનની કામગીરીમાં જોડાયા છે, જ્યારે બાકીના 2200 જેટલા હરિભક્તો ફૂડ ડિસ્ટ્રિબ્યુશનથી લઈને ફૂડ સપ્લાયમાં જોડાયા છે. આ સમગ્ર 3900 હરિભક્તમાં 2200 મહિલા અને યુવતીઓ સેવા આપી રહી છે.
અમદાવાદમાં રહેતાં અને પ્રેમવતીના સંચાલકની કામગીરી કરી રહેલાં નીલાબેન ગદાણીએ જણાવ્યું હતું કે અહીં સારી રીતે સંચાલન થઈ શકે એ માટે કસ્ટમર સર્વિસ,ફૂડ ડિલિંગ,કેશિયર,પ્રોડક્ટ મેનેજર જેવા વિવિધ વિભાગો બનાવ્યા છે,જેમાં મહિલાઓ બે શિફ્ટમાં કામ કરી રહી છે.
પહેલી શિફ્ટ સવારે 7.30થી 3 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી હોય છે.નીલાબેન ગદાણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘પ્રેમવતીમાં જેટલી પણ મહિલાઓ સેવા આપી રહી છે.
એ માટે અમને શતાબ્દી મહોત્સવ શરૂ થયો એ પહેલાં અંદાજે બે મહિના સુધી આ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોએ ટ્રેનિંગ આપી હતી, જેથી એ ટ્રેનિંગને કારણે અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે છતાં પણ સુચારુ રીતે આયોજન કરી રહ્યા છીએ.
ભગવાન શ્રીસ્વામિનારાયણનાં માતાનું નામ પ્રેમવતી હતું. માતા અન્નપૂર્ણા છે,પ્રેમથી ભોજન કરાવે છે.આ ઉદ્દેશ આ પ્રસાદગૃહના નામની પાછળ સમાયેલો છે.તો આ પ્રેમવતીમાં ભગવાન સ્વામિનારાયણનું નાનકડું મંદિર પણ બનાવાયું છે.સ્વામિનારાયણ નગરમાં વિવિધ વસ્તુઓ મળી રહી છે.
જેમાં 14 પ્રકારના આઈસક્રીમ,13 પ્રકારનાં નમકીન,8 પ્રકારના ફાસ્ટફૂડ,5 પ્રકારનાં ભોજન,11 પ્રકારનાં ઠંડાં પીણાં અને 5 પ્રકારનાં ગરમ પીણાં મળી રહ્યાં છે.આમ,10 રૂપિયાથી લઈને વધુમાં વધુ 100 રૂપિયા સુધીમાં વસ્તુઓ મળી રહી છે