રાણો હવે બરોબર ફસાણો,જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલીમાં પોલીસે કર્યો ફરી વધારો,હજું રહેવું પડશે જેલમાંજ…..
હાલમાં દેવાયત ખવડ ભારે ચર્ચામાં છે.રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવાના મામલે ખવડ સહિત ત્રણેય આરોપી હાલમાં જેલમાં છે.ગત 19 ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતાં.હવે માર મારવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો છે.આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા છે.દેવાયત સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં રિમાન્ડ બાદ જેલ હવાલે છે.
ચારેકોર હાલમાં દેવાયત ખવડના મારામારીના કેસની ચર્ચા ચાલી રહી છે અને હવે એક નવો જ વળાંક સામે આવ્યો હતો હાલ રાજ્યભરમા ચર્ચામા રહેલા રાજકોટના દેવાયત ખવડના મારામારી ઘટના મામલે બચાવપક્ષના વકીલે દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી.તો પછી આટલા દિવસ સુધી દેવાયત ભાગતો કેમ ફરતો હતો અને જો એ નહોતો તો પછી આટલી ચર્ચા પછી એણે કેમ કોઈ ખુલાસો જ ન કર્યો કે આ હું નથી કે પછી આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી.
આ સાથે જ એક બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો ત્યારે પણ મીડિયા સામે એણે એટલું જ કહ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ.જો એ વીડિયોમાં હતો જ નહીં તો એ ત્યારે પણ બોલી જ શકતો હતો કે હું છું જ નહીં.તેથી હવે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસથી બચવા માટે બધા કાવતરાં કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુનાવણીમાં શું થાય છે એ પણ હવે જોવાનું રહ્યું.
વકીલે કહ્યુ છે કે CCTVમાં માર મારનારનું મોઢું પણ સરખી રીતે દેખાઈ રહ્યુ નથી.આ આપસી દુશ્મનીનો મામલો છે.આ સાથે વકીલે કહ્યુ કે પોલીસે જે કલમ લગાવી છે તે પણ ખોટી છે.આ 307 હેઠળનો મામલો છે જ નહી.
આગળ વાત કરતા વકીલે કહ્યુ કે જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે જ્યારે બીજી તરફ CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિનુ પણ મોઢું નથી દેખાતું.જે વ્યક્તિ ડંડા કે લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે,તેના પગ પર મારી રહ્યો છે.માથાના ભાગે કોઇએ માર્યું નથી.