ઘર કંકાસ થી કંટાળી મહીલા જયારે આત્મહત્યા કરવા નીકળી,પ્રમુખ સ્વામી નગર માં ગઈ તો થયો એવો ચમત્કાર કે……
અત્યારે અમદાવાદમાં પ્રમુખસ્વામીની ૧૦૦ મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.હજારો સ્વયંમ સેવકો મળીને એવું પ્રમુખસ્વામી નગર ઉભું કર્યું છે કે લોકો દેશ વિદેશથી પણ જોવા માટે આવી રહ્યા છે.આવામાં એક ખૂબજ અનોખી ઘટના સામે આવી છે.
પોતાના ઘરના કંકાસથી કંટાળેલી એક મહિલા,જેણે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું,પણ તેને એક એવો સહારો મળ્યો,જેણે તેની જિંદગી બદલી નાખી.પોતાની સાથે ઝેરની બોટલ લઈને નીકળેલી આ મહિલા પોતાનું જીવન ટૂંકાવવા માગતી હતી,પણ જેવી રીતે ડૂબતાને તણખલાનો સહારો હોય છે એ રીતે આ મહિલાને પ્રમુખસ્વામી મહારાજનો સહારો મળ્યો,એટલે કે અમદાવાદ શહેરમાં બનેલા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ માટેના નગરમાં એક રોજ શો યોજાય છે, જેમાં નાનીમોટી સમસ્યાઓ વિશે વાત થાય છે.
ત્યાં આ મહિલાએ ઘરથી તો આત્મહત્યા કરવાનું કહીને નીકળી હતી, પરંતુ સંતોના અને લોકોના વિચારો સાંભળીને તેના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેણે જીવન જીવવા માટે અને પોતાનું જીવન કેટલું અમૂલ્ય છે એ નક્કી કર્યું અને આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો.આ સમગ્ર ઘટના પ્રમુખસ્વામીનગરમાં થોડાક દિવસ પહેલાં બની છે.આ પ્રમુખસ્વામીનગરનું એક ઉમદા ઉદાહરણ છે,જેણે એક મહિલાનો જીવ બચાવી લીધો છે.
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે.અનેક લોકોએ નગરની મુલાકાત કરી છે અને નગરને જોવા લોકો હજુ પણ આવશે. નગરના દરેક પ્રદર્શન સમાજને કોઈ ને કોઈ સંદેશ આપવા માટે બનાવવામાં આવ્યા છે.હેતુ વગર કોઈ પ્રદર્શન નથી બનાવવામાં આવ્યું.સમાજમાં માનવમૂલ્યોનું જતન કરવા માટે અને પરિવારની એકતા માટે એક ખાસ શો લોકોના આકર્ષણનું માધ્યમ બન્યો છે.
જ્યાં ઘર કંકાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવા માટે ઘરેથી નીકળેલી મહિલાનું આ મહોત્સવના કારણે આખું જીવન બદલાઈ ગયું.ગામડાની મહિલા ઘરે રોજ રોજના જગડાઓથી કંટાળીને ઘરેથી જીવન ટૂંકાવવાનું કહીને નીકળી પડી હતી.
તો તેને થયું કે જીવન ટૂંકાવતા પહેલા આ નગરમાં જઈને એકવાર બાપાની મૂર્તિના દર્શન કરી લઉ,તો આખો દિવસ નગરમાં ફરી અને ત્યાં તૂટે હ્રદય અને તૂટે ઘર નામનો એક શો જોયો,તેનાથી તેના મનમાં એવો પ્રભાવ પડ્યો કે.
તેને જીવન ટૂંકાવવાનો વિચાર જ માંડી વાળ્યો અને તે ખુશી ખુશી ઘરે જઈ તેને કહ્યું કે આ શોથી મારુ આખું જીવન જ બદલાઈ ગયું.આજ એતે મહિલા પોતાન પરિવાર સાથે ખુબજ ખુશીથી રહે છે,તે મહિલાએ જણાવ્યું કે તે શોમાં મારી જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ બતાવવામાં આવી હતી.
અને તેના તેનું સમાધાન પણ બતાવવામાં આવ્યું છે,આ ૨૦ મિનિટના શો એ મારુ આખું જીવન જ બદલી નાખ્યું.ખરેખર આ સ્વામી બાપાનો જ ચમત્કાર છે કે તેમને મારા મનમાં એવો વિચાર નાખ્યો કે જેનાથી હું એકવાર આ મંદિરમાં દર્શન માટે જવું અને તેમની મારો જીવ બચી ગયો.