લોક ગાયિકા અલ્પાબેન પટેલે લીધી પ્રમુખસ્વામી નગર ની મુલાકાત,ત્યાં જઈને પ્રમુખસ્વામી મહારાજ વિશે એવું કહ્યું કે લોકો જોતાં રહી ગયા……
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી નગરમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં હરિભક્તો એક અદભુત નજારો નિહારવા માટે આવતા હોય છે.
હાલ અમદાવાદ શહેર ભક્તિના રંગમાં રંગાયું છે ત્યારે લોકગાયક અને દરેક લોકોના દિલમાં વસી ગયેલા એવા અલ્પાબેન પટેલ એ પણ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી.
જે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશના જ વિદેશથી હરિભક્તો આવી રહ્યા છે.તે નજારો જોતા એવું જ લાગી રહ્યું છે કે ધરતી ઉપર સ્વર્ગ ઉતરી આવ્યું હોય.તે પ્રસંગમાં ગુજરાતના કલાકારોએ પોતાના પરિવાર સાથે મુલાકાત લીધી હતી.
જેમાં અત્યાર સુધીમાં ગીતાબેન રબારી,ભીખુદાન ગઢવી.જીગરદાન ગઢવી,કિંજલબેન દવે જેવા અનેક કલાકારોએ મુલાકાત લીધી છે.જયારે તે પ્રસંગ અંગે અલ્પાબેન પટેલએ તેમનો તસવીરો અને તેમનો અનિભાવ શેર કર્યો હતો તેમાં જણાવ્યું હતું.
કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચારધામની યાત્રા જેવો એક વિશાળ મહોત્સવ છે.તેમને મહંતસ્વામી બાપનો દર્શનનો લાભ મળતા તેમને ધન્યતા અનુભવી હતી.ત્યાં દરેક હરિભક્તોએ તન મન અને ધનથી ખુબજ સારી મદદ કરી છે.
વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.
અમે તમને જણાવી દઈએ કે,1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.
જેમાં બાળનગરીની વાતતો અનોખી જ છે જેમને જેમના બાળકો ત્યાં સુધી પહોંચાડ્યા છે તેમને ધન્યવાદ આપ્યા હતા.જયારે બાપાની વાંસમાંથી બનાવેલી મૂર્તિ જોઈને એવું જ લાગે છે કે બાપા હમણાં જ કંઈક બોલશે.ભોજનથી ભજન સુધીની તમામ વ્યવસ્થા ખુબજ સારી કરવામાં આવી છે સાથે ત્યાં સ્વચ્છતા પણ ખુબજ જોવા મળી રહી છે.