A.B.V.P લીંબડી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
લીંબડી
A.B.V.P લીંબડી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
તારીખ 6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત લીંબડી – ચુડા A.B.V.P ના કાર્યકરો દ્વારા સમરસતા અને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનો સાથે લીંબડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને તેમને આજના દિવસે યાદ કરીને તેમના વિચારોને સમાજ સુધી પહોંચાડવા માટે લીંબડીના A.B.V.P ના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે અને માસ્ક ધારણ કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ધાર્મિલભાઈ પટેલ, ધાર્મિક્ભાઇ પંડ્યા તથા લીંબડી – ચુડા તાલુકાના A.B.V.P ના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા લીંબડી