દિવ્યાંગ બાળકી પોતાનું નસીબ બનાવવા મોંઢા માં પેન પકડીને કરે છે અભ્યાસ, સરકારી નોકરી માટે કરે છે આવું…..
જીવનમાં તકલીફો તો દરેકને છે.કોઈ પરફેક્ટ નથી.પણ જે લોકો પોતાની તકલીફ સામે હિંમત નથી હારતો અને સતત મહેનત કરતો રહે છે.તેને સફળતા જરૂરથી મળે છે.આજે તમને ઘણા એવા લોકો મળી જશે કે જે નાની નાની વાતોમાં હિંમત હારી જતા હોય છે.
પણ આજે આ દીકરી લાખો યુવાનો માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની છે.આ દિકરીનું નામ મંજેશ છે.મંજેશ ગ્વાલિયરના ડબરામાં રહે છે.મંજેશ જન્મથી જ અપંગ છે. તેના બે હાથ કામ નથી કરતા અને પગેથી પણ તે સરખું ચાલી નથી શકતી,
જયારે તેનો જન્મ થયો ત્યારે લોકોએ તેના માતા પિતાને ઘણું સંભરાવ્યું હતું.પણ જેમ જેમ મંજેશ મોટી થઇ તેમ તેમ હિંમત હારવાની જગ્યાએ તેની હિંમત વધતી ગઈ.તેને નક્કી કરી લીધું કે તે સરકારી શિક્ષકની નોકરી લેશે.
તેને જીવનમાં ઘણી તકલીફો આવી પણ તેને આવનારી બધી જ તકલીફોનો સામનો કર્યો અને તેને પોતાના મોઢેથી લખીને પોતાની કોલજે પુરી કરી અને આજે B.ED નો અભ્યાસ કરી રહી છે.તે એક સેકન્ડ માટે પણ એવું નથી વિચારતી કે મારામાં કમી છે,હું અપંગ હોવાથી કઈ જ નહિ કરી શકું.તે નક્કી કર્યું છે કે તે શિક્ષક બનીને જ રહેશે.
તેને મોઢેથી લખતા જોઈ બધા જ ઓકો આશ્ચર્યમાં પડી જાય છે કે આ દીકરીની હિંમતને ૧૦૦ સલામ છે,માતા વિકલાંગ છે અને પિતા પણ મજૂરી કામ કરે છે અને તે પરિવારની સૌથી મોટી દીકરી છે માટે તે પોતાના પરિવારનો દીકરી બનીને તેમનો સહારો બનવા માંગે છે.આ દીકરી પરથી આજના યુવાનોએ શીખ લેવી જોઈએ.