5-10 રૂપિયાના સિક્કા લઈને સ્કૂટીના શોરૂમમાં પહોંચ્યો મજદુર,પછી શું થયું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે…..
દરેક લોકોના જીવન માં કોઈ ના કોઈ એક સપનું તો અવ્શય એવું જોવા મળે છે.જેને પૂરું કરવા માટે લોકો વર્ષોની મહેનત અને જતન કરવાનું રહેતું હોય છે.ઘણા લોકો બહુ જ ખુશકિસ્મત જોવા મળતા હોય છે કે જે પોતાના સપનાને થોડા જ સમય માં પૂરા કરી દેતા હોય છે.પરંતુ ઘણા લોકો એવા પણ જોવા મળતા હોય છે જે પોતાની ગરીબી ના કારણે આવા સપના બહુ જ મુશ્કિલી થી અને વધારે મહેનત કરવાના કારણે પણ પૂરા કરતાં વર્ષોના વર્ષો ચાલ્યા જતાં હોય છે.
અને આમ ઘણા લોકોએ પોતાની નાની એવી ખુશીઓ મેળવવા માટે પણ બહુ જ મુશ્કિલ અને લાંબો સમયગાળો પસાર કરવો પડતો હોય છે.ત્યારે આજે આપણે કઈક આવા જ એક વ્યક્તિ વીસે વાત કરવા જય રહ્યા છીયે કે જે એ બહુ જ મુશ્કિલો નો સામનો કર્યા બાદ પોતાની જાતે સપનું પૂરું કરવા માટે પોતાની સપનાની સ્કૂતી ખરીદવા પહોચી ગયા હતા.જ્યાં આ વ્યક્તિ સ્કૂટી ખરીદવા માટે વર્ષો સુધી ગલ્લામાં સિક્કાઓ ભેગા કર્યા હતા અને અંતમાં પોતાની જાતે પોતાના સપનાની ગાડી ખરીદવા માટે કામયાબ રહ્યા હતા.
આ કિસ્સો ગુવાહાટી ના એક ગામ માં રહેતા વ્યક્તિ કે જેમનું નામ રોય છે એ પોતાની સપનોની સ્કૂટી ખરીદવા માટે 2014 થી જ ગલ્લામાં સિક્કા ભેગા કરવાનું શરૂ કરી દીધું હતું.જેમાં તે 1,2,5 અને 10 રૂપિયા ના સિક્કા ભેગા કરી રહ્યા હતા. અને અંત માં જ્યારે તેઓએ પોતાના આ ગલ્લા માથી સિક્કા કાઢીને ગણવાનુ શરૂ કર્યું તો તેની ખુશી નો પાર ના રહ્યો.એક રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા ઑ ભેગા થઈને કુલ 1,50,000 રૂપિયા જમા થઈ ગ્યાં હતા.
એટ્લે કે તે હવે પોતાની બે પૈડાં વાળી ગાડી ખરીદવાનું સપનું પૂરું કરવા સુધી પહોચી ગયો હતો.રોય નામના આ વ્યક્તિને જ્યારે આ વિષે અહેસાસ થયો કે હવે આ લોકોની પાસે સ્કૂટી ખરીદી શકાય એટલા પૈસા જમાં થઈ ગ્યાં છે તો તે પોતાની પત્ની ને લઈને ગાડીના શોરૂમ માં પહોચી ગ્યાં હતા.પરંતુ જેવો તેમણે સિક્કા નો થેલો સામે રાખ્યો કે ત્યાનો મેનેજર હેરાન થઈ ગયો.જો કે તે વ્યક્તિએ રોય ના સપનાને તૂટવા દીધું નહીં.
પરંતુ બેન્કની સાથે આ સિક્કા સબંધિત વાતો કરવાનું શરૂ કરી દીધું.જો કે બેન્કે આટલી મોટીસંખ્યામાં સિક્કાઓ લેવાની ના જણાવી દીધી હતી.આમ છતાં શો રૂમ ના મેનેજરે પ્રયતનો શરૂ રાખ્યા અને વધુ થોડા દુકાનદારો સાથે વાતચીત શરૂ રાખી.અને અંત માં આ સિક્કા નો જુગાડ થઈ ગ્યો.અને પછી 90,000 માં રોય નામના મજૂરી કામ કરતાં વ્યક્તિએ પોતાનું સપનું પૂરું કર્યું અને સ્કૂટી ખરીદી.
જોકે આના માટે શોરૂમ ના 4 લોકો એ સિક્કા ગણવાનુ કામ શરૂ કરી દીધું હતું.જેમાં લગભગ 2 કલાક ના સમય પછી શોરૂમ ના મેનેજર દ્વારા ગાડી ખરીદનાર રોય નું સન્માન કરવામાં આવ્યું.સિક્કાના આધારે પોતાનું સપનું પૂરું કરનાર રોય વ્યવસાય માં એક મજદૂર છે.તેમના માટે તો આ બે પૈડાં પણ જાણે કાર હોય એટલા મોંઘા હતા.અને આ ગાડી ખરીદવાનું સપનું પૂરું કરવા માટે તેઓએ બહુ જ વર્ષો સુધી આની રાહ જોઈ હતી.
અને જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ એક એક સિક્કાઓ ભેગા કરીને પોતાના સપનાની સવારી મેળવીને રોયની ખુશીનો પર નહોતો રહ્યો અને આથી તેને હરખમાં ને હરખ માં જ આંખો માથી આશું પણ આવી ગ્યાં હતા.આ ખુશી ને વ્યકત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે ટુ-વ્હીલર ખરીદવાનું મારું સપનું હતું.આ માટે મેં 2014થી સિક્કા એકત્રિત કરવાનું શરૂ કર્યું.આજે જ્યારે સિક્કાની ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે ટુ-વ્હીલર ખરીદવા માટે પૂરતા પૈસા એકઠા થઈ ગયા છે.આ પછી તે ટુ-વ્હીલર ખરીદવા બહાર ગયો હતો.હું ખૂબ જ ખુશ છું કે મારું ટુ-વ્હીલર ખરીદવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે.