એવો પ્રદેશ જ્યાંની મહિલાઓ અને પુરુષો પહેરેશે એક સરખાં પહેરવેશ.
વિશ્વના દરેક દેશની પોતાની એક આગવી ઓળખ છે.એવા અનેક દેશો છે,જે તેમના કુદરતી સૌંદર્યના કારણે આખા વિશ્વમાં પ્રખ્યાત છે,અનેક દેશોની અનોખી સંસ્કૃતિ અને તેના નાગરિકોનું જીવન વિશેષ બનાવે છે.કેટલાક આવા જ દેશોમાંથી એક છે મેડાગાસ્કર,જે વિશ્વનું ચોથું સૌથી મોટું ટાપુ છે.
આ ટાપુનું આખું નામ રિપબ્લિક ઑફ મેડાગાસ્કર છે,જે આફ્રિકાના દક્ષિણ કાંઠાની નજીક હિંદ મહાસાગરમાં એક ટાપુ દેશ છે.આ દેશમાં વસવાટ કરનાર લોકો બોર્નીયો ટાપુથી આવ્યા છે.
તમને આ જાણીને આશ્ચર્ય થશે કે મેડાગાસ્કરમાં બાળકો હોય કે વૃદ્ધ અથવા સ્ત્રી હોય કે પુરુષ,બધા લોકો એક સરખા કપડાં પહેરે છે.આ ડ્રેસને સ્થાનિક ભાષામાં લામ્બા કહેવામાં આવે છે.જણાવી દઈએ કે મૃત લોકો માટે પણ કફન તરીકે લામ્બાને જ ઉપયોગમાં લેવામાં આવે છે.
મેડાગાસ્કર તેની અનન્ય રંગીન ભૂમિને કારણે લાલ આઇલેન્ડ તરીકે પણ ઓળખાય છે.ઔષધીય વનસ્પતિઓની આવી ઘણી જાતો છે,જેનો ઉપયોગ હર્બલ ઉપચારમાં કરવામાં આવે છે.કુદરતી રીતે સમૃદ્ધ હોવા છતાં,મેડાગાસ્કર આફ્રિકાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે.અહીંના લોકો માલાગાસી અને ફ્રેન્ચ ભાષાઓ બોલે છે.
મેડાગાસ્કરની લગભગ ૭૫ ટકા જાતિ સ્થાનિક છે,એટલે કે તેઓ અહીં સિવાય વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી.આ ટાપુ પર ઘણા વિચિત્ર પ્રાણીઓ પણ જોવા મળે છે,જેમાં ટેનરેક્સ (કાંટાવાળા ઉંદર),તેજસ્વી રંગીન કાચંડોનો સમાવેશ થાય છે. જો કે,અહીંના ઘણા પ્રાણીઓ હવે લુપ્ત થવાના આરે છે.