રશિયન યુવતી એ ભારત આવીને ખીજીડી નાં ઝાડ સાથે કર્યા લગ્ન, કારણ જાણી ને તમારાં પગ તળે થી જમીન સરકી જશે,જૂઓ વિડિયો..
હાલમાં રોજ બરોજના જીવન એવા એવા કિસ્સો સામે આવતા હોય છે કે જે જોઈ આપણે આઘાત માં સારી જતાં હોઈએ છીયે તેના પર વિશ્વાસ કરવો બહુ જ મુશ્કિલ બની જતો હોય છે. ભારત માં સંસ્કૃતિ અને પરંપરા ને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે અને અહીના રીત રીત રિવાજો પણ એવા અદ્ભુત જોવા મળતા હોય છે કે જેનાથી દરેક લોકો આકર્ષિત થઈ જતાં હોય છે.હાલમાં તો ભારતીય લોકો ની સાથે સાથે વિદેશી લોકો પણ ભારત ના આ રીત રસમોના બંધાણી થતાં જોવા મળે છે.
જ્યોતિષ માન્યતા ની અસરો અને સનાતન ધર્મ ની પ્રત્યે ની આસ્થા અને વિશ્વાસ દિવસે દિવસે વધતો જાય છે જે હવે તો વિદેશીઓ વચ્ચે પણ જોવા મળ્યો છે.અને આ વાત ની સાબિતી ઉદયપુર માં જોવા મળે છે.જેમાં રુસ ની એક યુવતીએ ઝાડ ની સાથે લગ્ન કરી લીધા છે.આ યુવતી નું નામ તાન્યા કારપોવા છે જેને 7 ડિસેમ્બર ના રોજ ખેજડી ના ઝાડ ની સાથે લગ્ન કરી દરેક લોકોને ચકિત કરી દીધા છે. અને સાથે જ ઝાડ ની સાથે લગ્ન કરી ને તને સાબિત કરી દીધું છે કે સનાતન સંસ્કૃતિ વિદેશો માં પણ જોવા મળે છે.
ભારત ભ્રમણ દરમિયાન 28 વર્ષ ની તાન્યા ને આગરાના કોઈ જ્યોતિષ એ લગ્ન કુંડળી માં મંગળ દોષ હોવાનું જણાવ્યુ તો તેમના નિવારણ માટે તેને ખેજડી ના ઝાડ નું પૂજન કરી ને તે ઝાડ ની સાથે જ લગ્ન કરી લીધા હતા.તાન્યા શહેર ચાંદપોલ માં આવેલ હોટલ પૈનોરમાં હવેલી માં રોકાઈ છે,જ્યારે સૂરજપોલ ની બહાર ફતહ સ્કૂલ ની સામે આવેલ ખીજડી ના વૃક્ષ ની સાથે લગ્ન કરી લીધા છે.આમ ખેજડી ના ઝાડ સાથે લગ્ન કરાવનાર પંડિત હેમંત સુખવાલ નું કહેવું છે કે મંગળ દોષ નિવારણ ને લઈને તાન્યા બહુ જ ખુશ હતી.
ઉદયપુર શહેરના જ્યોતિષી પ્રો.રવિ સોનીએ જણાવ્યું કે પુરાણોમાં લગ્નની આ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો સ્ત્રી કે પુરૂષના લગ્ન કે કુંડળીમાં કોઈ ખામી હોય તો તે દોષના નિવારણ માટે ખેજડી સાથે લગ્ન કરવામાં આવે છે.તેનાથી કુંડળીના દોષોને સુધારી શકાય છે.આ સાથે ઠાકુર જી સાથે વિવાહ,પીપળ અને કુંભ વિવાહનો નિયમ પણ જણાવવામાં આવ્યો છે.ખેજડીને 31 ઓક્ટોબર 1983ના રોજ રાજ્ય વૃક્ષનો દરજ્જો મળ્યો હતો.
આ સિવાય શમીને એટ્લે કે ખીજડી ના ઝાડ ને ગણેશજીનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે.એવું પણ કહેવાય છે કે શમી એટલે કે ખેજડીનું વૃક્ષ પણ ભગવાન રામને ખૂબ જ પ્રિય હતું અને લંકા પરના હુમલા પહેલા તેમણે તેની પૂજા પણ કરી હતી અને વિજયના આશીર્વાદ માંગ્યા હતા.કદાચ આ જ કારણથી ઘણી જગ્યાએ રાવણ દહન પછી ઘરે પરત ફરતી વખતે સોનાના પ્રતીક તરીકે ખેજડીના પાન એકબીજાને વહેંચવામાં આવે છે.આ સાથે જ ખેજડી ના વૃક્ષ ને ખેડૂતો માટે કૃષિ આફતોનો પ્રથમ સંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે.
જૂઓ વિડિયો..