ગુજરાત રાજ્યના સુરત ધારૂકા એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશના સૈનિકો માટે બનાવ્યું અનોખું સ્માર્ટ જેકેટ
બોર્ડર પર અવારનવાર હુમલાઓ કે ગોળીબાર થતા હોય છે.જેમાં ઘણા સૈનિકો શહીદ થતા હોય છે.આ ઉપરાંત શિયાળાની સીઝનમાં પણ ઘણા સૈનિકો વધુ ઠંડીને કારણે મૃત્યુ પામતા હોય છે.તેમજ ઉનાળા અને ચોમાસાની સીઝનમાં પણ ઘણા સૈનિકો માત્ર હવામાનને કારણે મૃત્યુ પામતા હોય છે.
ત્યારે આવી પરિસ્થિતિમાં સુરત વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા સૈનિકો માટે એક અનોખું સ્માર્ટ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે.જે સ્માર્ટ જેકેટ સાથે અલગ અલગ સેન્સર જોડાયેલા હશે.જે સૈનિકના શરીરના પેરામીટર તેમજ તેની કરન્ટ લોકેશન કન્ટ્રોલ રૂમને સતત જાણ કરશે.જેના દ્વારા સૈનિકની હેલ્થ અને ટ્રેકિંગ પેરામીટર લાઈવ માહિતી મોનિટરીગ કરી શકાશે.
આ સ્માર્ટ જેકેટમાં અલગ અલગ સેન્સર કનેક્ટ કરવામાં આવ્યા છે.તાપમાનમાપક સેન્સર જે સૈનિકનું બોડીનું તાપમાંન સતત કન્ટ્રોલ રૂમમાં આપશે.હુમીડિટી સેન્સર જે વાતવરણમાં રહેલ ભેજનું પ્રમાણ દર્શાવશે.મોશન સેન્સર તે સૈનિકની હલનચલન છે કે નહીં તે દર્શાવશે.આ ઉપરાંત જેકેટમાં GPS પણ હશે.જેના થકી સૈનિકનું કરન્ટ લોકેશન કન્ટ્રોલ રૂમ મેળવી શકશે.જેકેટમાં ખાંસ પ્રકારના અલગ અલગ બટન પણ છે. જેના થકી સૈનિક મેડિકલ હેલ્પ,ટેક્નિકલ હેલ્પ,ઇમરજન્સી હેલ્પની કન્ટ્રોલ રૂમ પાસેથી મેળવી શકશે.
શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટયૂટ માં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ પ્રકારનું જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે.કોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ રોહિત તળાવીયા,કપિલ ગોટી,રાજન સાવલીયા, અભિજીત સેદાણી,નિલદીપ શીંગાળા એમ ટોટલ પાંચ વ્યક્તિઓના ગ્રૂપ દ્વારા આ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પાંચેય વિદ્યાર્થીઓ સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં વસવાટ કરે છે.આ વિદ્યાર્થીઓએ કોલેજના પ્રોફેસર,તેમજ અન્ય ટેક્નિકલ વ્યક્તિઓના ટેકનીકલ તેમજ નોન ટેક્નિકલ નોલેજના માર્ગદર્શનથી ખાસ પ્રકારનું સ્માર્ટ જેકેટ તૈયાર કર્યું છે.
આ ખાસ પ્રકારના જેકેટનું રિસર્ચ પેપર 1st National conference on start up ventures technology development future strategis (SVTDFS–2020)માં પ્રકાશિત પણ કરવામાં આવેલ છે. જેના અનાવરણ સમારોહમાં સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત આ વિધાર્થીઓ દ્વારા આ સમગ્ર પ્રોજેકટને Student startup and innovation policy માં રજૂ કરાયો હતો.કે જે વિધાર્થીઓને ગ્રાન્ટ આપે છે.આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં પણ આ પ્રોજેકટ રજૂ કરાયો હતો.જેમાં રક્ષા અનુસાધન અને વિકાસ સંગઠન દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રકારની સમસ્યાનું સોલ્યુશન આ વિધાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ સંપૂર્ણ સિસ્ટમ IOT આધારિત છે.જેમાં GSM પણ કન્ટેક કરવામાં આવેલ છે.જેના થકી કંટ્રોલ રૂમમા એપ્લિકેશન દ્વારા તમામ પ્રકારના ડેટા લાઈવ મેળવી શકાશે.જેના થકી જો સૈનિકના શરીરના તાપમાન વધારો કે ઘટાડો જોવા મળે કે તેની હલન ચલન બંધ થઈ જાય તો એની જાણ કન્ટ્રોલ રૂમ ડેટા પરથી થાય છે અને તે તાત્કાલિક ધોરણે જરૂર પડતી સેવા પુરી પાડી શકે છે.આ ઉપરાંત જ્યારે સૈનિક પર દહનશીલ વાયુનો ધુમાડો ફેંકવામાં આવે તો પણ એની જાણ તાત્કાલિક ધોરણે કન્ટ્રોલ રૂમ થાય છે અને એક એલાર્મ વાગે છે.
આ જેકેટનો ઉપયોગ સૈનિક ઉપરાત પર્વત ચડનાર વ્યક્તિ , અંડર ગ્રાઉન્ડમાં કામ કરનાર વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે છે.જેના થકી તેનું કરન્ટ લોકેશન તેમજ શરીર હેલ્થના પેરામીટર કરન્ટ મેળવી શકાય છે.