રાજકોટ નો યુવાન નવ વર્ષથી પક્ષીઓ ની કરે છે અનોખી સેવા, પોતાની BMW લઇને આવે છે બરફ અને ચણ,પોતાની જાતે ચબૂતરા માં પાણી સાથે રાખે છે બરફ..
આપણે ઘણા માનવતાના કિસ્સાઓ જોતા હોઈએ છીએ,હાલમાં મિત્રો ઉનાળાની ઋતુ ચાલી થઇ ગઈ છે એટલે માણસોની સાથે સાથે અબોલ પ્રાણીઓ અને પારેવાંઓને પણ ગરમી લગતી હોય છે,તેથી પારેવાઓને ઉનાળાની ગરમીથી બચાવવા માટે રાજકોટ શહેરનો આ યુવાન મદદ માટે આગળ આવ્યો હતો,આ યુવાન છેલ્લાં નવ વર્ષથી તેમની BMW કારમાં એશી કિલો જેટલો બરફ લઇ જઈને કબૂતરોને ઠંડક આપવાનું કામ કરે છે.
વર્ષ ૨૦૧૩ થી દર ઉનાળે દૈનિક ૮૦ કિલો જેટલો બરફ ચબૂતરામાં નાખે છે.આ મહાન વ્યક્તિ પોતાની BMW કારમાં બરફની પાટ લઇ રેસકોર્સમાં કબૂતરોને ઠંડક કરતો યુવાન જેની આજ ખુબ વખાણ થઇ રહ્યા છે.તમે ફક્ત વખાણ જ કરશો કે આ કોઈ પુણ્યનું કામ પણ કરશો.આ વ્યક્તિ દર રવિવારે ગરીબોને ભોજન આપે છે.તેમજ પોતાનો જન્મ દિવસ પણ અનાથ દિકરીઓ સાથે જ ઉજવે છે.
કૌશિકભાઈએ કહ્યું હતું કે તે વર્ષ 2013થી ઉનાળાનાં ચાર મહિના પોતાની BMW કારમાં સાહીઠથી એશી કિલો જેટલો બરફ લઈને આવે છે અને રેસકોર્સના ખુલ્લા મેદાનમાં નાખે છે.તેથી ત્યાં ઘણા બધા કબૂતર પાણી પીવા આવે છે અને ઠંડકનો લ્હાવો લે છે,કૌશિકભાઈ છેલ્લા નવ વર્ષથી કબૂતરને બરફ નાખવાનું કામ કરે છે અને તે પછી જ બપોરે ઘરે જમવા માટે જાય છે.
સુખ સાહિબીભર્યુ જીવન જીવતા હોવા છતાં સેવાનો ભેખ ધારણ કરી સેવા પરમો ધર્મની સુવાસ ફેલાવનારા અમૂક લોકો જ જોવા મળે છે.રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક યુવાન પોતાની BMW કારમાં બરફ્ની પાટ લઇ રેસકોર્સમાં ચબૂતરામાં નાખી કબૂતરોને ઠંડક આપી રહ્યો છે.ઉનાળામાં આકરા તાપમાં દરરોજ ૮૦ કિલો બરફ ચબુતરામાં નાખી રહ્યો છે અને તેની આ પ્રવૃતિ વર્ષ ૨૦૧૩ થી અવિરત ચાલુ છે.આવા ઉનાળામાં આપડે સૌને બહાર નીકળવાની ઈચ્છા થતી નથી તો આ અબોલ પક્ષીઓની શું હાલત થતી હશે.તો તમે તમારા ઘરની અથવા સોસાયટીની આજુ બાજુ એક પાણી ભરેલું કુંડુ જરૂર રાખજો.જેથી કોઈ અબોલ પશુ પક્ષી તડકામાં પોતાનો તરસ છીપાવી શકે.
કૌશિકભાઈ કનારા વર્ષ ૨૦૧૩ થી દર ઉનાળે ૪ માસ સુધી સતત બી.એમ.ડબલ્યુ .કારમાં ૬૦ થી ૮૦ કિલોની બરફ્ની પાટ રેસકોર્સના ખુલ્લા મેદાનમાં નાખે છે કે જ્યાં દરરોજ અનેક કબૂતર પાણી પીવા માટે આવે છે.જે બાદ જ બપોરે ઘરે જમવા જાઉં છું.મારા પછી અન્ય લોકો પણ બરફ મુકતા થયા છે.આ સિવાય દર વર્ષે રતનપરમાં અનાથ દિકરીઓને જમાડી જન્મદિવસ ઉજવું છું અને માતા–પિતાની તિથીમાં વૃધ્ધોને જમાડું છું.પ્રભુએ આપેલું ઘણું છે જેથી બિઝનેસની સાથે સેવાકાર્ય કરી નિજાનંદ મેળવું છું.