ફેસબૂક પર હરિયાણાના છોકરાના પ્રેમમાં પડીને સોનેપત પહોંચી અમેરિકન ગોરી,ભારત આવીને કહ્યું કંઈક એવું કે…..

વ્યક્તિ પોતાનો પ્રેમ મેળવવા માટે ગમે તે કરી શકે છે પછી એ વિદેશી સંસ્કૃતિને અપનાવવી હોય કે સાત સમુદ્ર પાર આવવાનું હોય એ પ્રેમ માટે એ પણ કરે છે.તમે નમસ્તે લંડન તો જોઈ જ હશે જેમાં અક્ષયને વિદેશી છોકરી સાથે લગ્ન કરે છે અને તે એના પ્રેમમાં પડે છે પરંતુ અહી લવ સ્ટોરીમાં અલગ જ પ્રકાર જોવા મળશે એ પણ સત્ય ઘટનાંની લવ સ્ટોરી.

આ લવ સ્ટોરી હરિયાણાના યુવકની જેની લવ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ થઈ ગઈ છે.હા આ કહાણી છે હરિયાણાના અમિત સરોહાની જેની પ્રેમિકા અમેરિકામાં રહેતી હતી.2018માં ફેસબુકના માધ્યમથી બંને મિત્રો બન્યા. મસ્તી મસ્તીની વાતમાં ક્યારે પ્રેમ થઈ ગયો ખબર ના પડી કોરોના સમય વચ્ચે લવસ્ટોરીમાં ચાર ચાંદ લાગ્યા હતા.

અમિત સરોહા હરિયાણાના સોનીપતમાં રહે છે અને એશ્લિન એલિઝાબેથ અમેરિકાના ફ્લોરિડાની વતની છે.ફેસબુક પર અમિત અને એશ્લિનની ફ્રેન્ડશીપ થઈ હતી જ્યારે ફ્રેંડશિપ પ્રેમમાં પરિણમી ત્યારે બંને એ જિંદગીભર સાથે જીવવાનો રહેવાનો વાયદો આપ્યો અને એકબીજાની સાથે લગ્ન કરવાનું વિચાર્યું.પરંતુ આ કોરોના આવતા જ એમના લગ્ન કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ અને લોક ડાઉન સમય હતો તો એશ્લિન સીધી હરિયાણા આવી ગઈ.

સોનીપત જિલ્લાના બલિ કુતુબપુર ગામમાં રહેતાં અમિતના ઘરે એશ્લિન આવીને લગ્ન માટે અમિતના માતા-પિતાની મંજૂરી મેળવી લીધી.આમ તો એશ્લિન પોતાના ઘરેથી મંજૂરી લઈને જ આવી હતી અને અમિતના ઘરવાળાની સહમતી પછી બંનેની સગાઈ કરી દીધી.સગાઈ પછી લગ્નની વચ્ચે લોકડાઉન નડ્યું હતું અને બંનેના લગ્ન અટકી ગયાં.

જેવુ લોકડાઉન પૂરું થાય તેની જ રાહ હતી.જેથી બંને કોર્ટ મેરેજ કરી શકે.પરંતુ એશ્લિનને હરિયાણવી કલ્ચર પણ ખૂબ જ પસંદ આવ્યું છે.તેથી તે હજી પણ લોકડાઉનને લીધે અમિતના ગામમાં રહેતી છે.એશ્લિન અમીતને બધી રીતે મદદ કરે છે ભેંસોને નવડાવવાથી ઘરના દરેક કામ કરે છે.તેનું કહેવું છે કે,‘‘ભારતદેશના સ્ત્રીના દરેક કામ હું શીખવા માગું છું.

મને ભારતીય કલ્ચર ખૂબ જ ગમે છે.’’,‘હું ભારત પહેલીવાર આવી છું.અહીંના લોકો ખૂબ જ સારા છે.હું ખૂબ જ ખુશ છું અને લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહી છું.પછી હું તરત જ અમિત સાથે લગ્ન કરી લઇશ.’’અમિતે હરિયાણાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ મીડિયા ટેક્નોલોજીથી માસ કોમ્યુનિકેશનની સ્ટડી પૂર્ણ કરી છે.

એશ્લિન જળ સંરક્ષણ માટે ભારતના લોકોને જાગૃત કરવા માટે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી રહી છે.જ્યારે તે હરિયાણા આવી અને અમિતના ગામમાં રહ્યા પછી જોયું કે લોકો પાણીનો ઉપયોગ કરતાં વધુ બગાડ કરે છે.પાણીનું મહત્ત્વ દર્શાવવા માટે આ ફિલ્મ બનાવી રહી છે અને સાથે તે હિન્દી ભાષા પણ શીખી રહી છે.હરિયાણાની આ પ્રેમ કહાણી ગામમાં ચર્ચાની કહાણી બની ગઈ છે.પોતાની સગાઈ સમયે અમિત સરોહાના પરિવાર સાથે એશ્લિન એલિઝાબેથ ફોટો પણ શેર કર્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »