શું તમે પણ રાત્રે બેથી વધુ વાર પેશાબ કરવા માટે જાવ છો તો આ ભયંકર બીમારીના લક્ષણ હોઈ શકે છે……
જો તમે પણ રાતના એક કે બેથી વધુ વાર પેશાબ કરવા માટે ઊભા થાવ છો તો તમારા શરીરમાં બીમારી હોવાની શક્યતા છે.તમે એવું વિચારતા હોવ કે તમે પાણી વધારે પીધું એટલે પેશાબ માટે જવું પડે છે.આ ઉપરાંત અનેક એવા લક્ષણો હોય છે,જેના તરફ આપણું ધ્યાન હોતું નથી.આજે આપણે આ લક્ષણો અંગે વાત કરીશું.
રાત્રના સમયે અનેકવાર પેશાબ જવું પડે તો સંભાવના છે કે રાતમાં કિડનીમાં વધુ માત્રામાં લિક્વિડ ભેગું થઈ જાય છે તો ડાયાબિટીઝ,બ્લડ પ્રેશર,પ્રોસ્ટેટ કેન્સર જેવા ગંભીર રોગમાંથી કોઈ એક કારણ હોવાની શક્યતા છે.
અલબત્ત,પ્રેગ્નન્ટ સ્ત્રીઓ વારંવાર રાત્રે યૂરિન જવા માટે ઊભી થાય છે.કહેવાય છે કે પ્રેગ્નન્સીમાં યુટ્રસની સાઈઝ સામાન્ય કરતાં મોટી થઈ જાય છે.આથી જ બ્લેડર પર વધુ પ્રેશર આવે છે,જેને કારણે મહિલાઓ વારંવાર યૂરિન જવું પડે છે.
જો તમારે રાત્રે બેથી વધુ વાર બાથરૂમ જવું પડે તો તમારે યુરોલોજિસ્ટને એકવાર બતાવવું જરૂરી છે.એમાં પણ તમારી ઉંમર 50થી વધુ હોય તો તમારે તાત્કાલિક મોડું કર્યાં વગર જ યુરોલોજિસ્ટને મળવું.
નાગાસાકી યુનિવર્સિટીના ડોક્ટર્સે પોતાના સંશોધનમાં કહ્યું હતું કે જો તમારી લાઈફ સ્ટાઈલ તથા ભોજનમાં પરિવર્તન લાવવાથી તમારે રાત્રે બાથરૂમ વારંવાર જવું પડશે નહીં.આ માટે તમારે સૌ પહેલાં રાતના સમયે વધુ પડતું લિક્વિડ લેવાનું ટાળવું.આ ઉપરાંત દૂધ સૂતા સમયને બદલે થોડુ વહેલા પી લેવું વધુ સારું.