70 વર્ષ ની ઉંમરે માજીએ આપ્યો નવજાત શિશુને જન્મ,લગ્નને થયા 45 વર્ષ, પરીવાર માં ખુશી માહોલ, કહે છે કે આતો ચમત્કાર…..
કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોળા ગામના દંપતીને ત્યાં લગ્નના ૪૫ વર્ષ પછી વૈજ્ઞાનિક ટેક્નોલોજીની મદદથી એક ૭૦ વર્ષની મહિલાએ બાળકને જન્મ આપી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.મોટી ઉંમર થઈ જતા તેમને બાળક ન રહે તેવું ડોક્ટરએ જણાવ્યું હતું.
પરંતુ તે દંપતીએ હિંમત હારી ન હતી અને ટેસ્ટ ટયુબ બેબી દ્વારા સારવાર લેવાની શરૂવાત કરી હતી.જે મહિલાનું નામ જીવીબેન રબારી હોવાનું સામે આવ્યું છે સાથે તેમના ઘરે એક દીકરાનો જન્મ થતા જીવીબેન પણ ખુબજ ખુશ જોવા મળ્યા હતા.
જે મહિલાએ તેમના બાળકનું નામ પણ લાલો રાખેલું છે.દરેક માતા પિતા પોતાના બાળકને જરાક પણ મુસીબત આવવા નથી દેતા અને તેમની સારી સંભાર રાખતા હોય છે.જે પરિવારમાં સંતાન ન હોય તે પરિવાર અનેક માનતા પણ રાખતા હોય છે.
ત્યારે તેમની શ્રદ્ધા અને આસ્થાથી તેમને ઘરે પારણું બંધાતું હોય છે અને તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે.જે ગામના લોકોએ પણ તે પરિવારને ખુબજ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો.ડોક્ટરે પણ જણાવ્યું હતું કે આટલી મોટી ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો તેવા કિસ્સા ક્યાંક જ જોવા મળતા હોય છે.
જયારે જે મહિલાએ બાળકને જન્મ આપ્યો ત્યારે સૌથી વધારે ખુશી ડોક્ટરે વ્યક્ત કરી હતી જે મહિલાને બાળક રહેવાની કોઈ શક્યતા જ ન હતી પરંતુ તે મહિલા ખુબજ આશા સાથે ડોક્ટર પાસે ગયા હતા.
ત્યારે ડોક્ટરે પણ કહ્યું હતું બાળક રાખવમાં તમને પણ મોટી તકલીફ થઈ શકે છે આખરે મહિલાએ હિમ્મત હાર્યા વગર બાળક રખાયું હતું અને આજે તેમને એક બાળકને જન્મ પણ આપ્યો છે.