બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ગુમાસ્તાધારાનો અનાદર કરતો કે.એસ.ટેડિગ નો વેપારી
ધાનેરામાં પાછલા કેટલાક દિવસો થી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપી શહેરની પ્રજા માં કોરોના નું સંક્રમણ ના વધે તે માટે ધાનેરા નગરપાલિકા દ્વારા શનિવારે અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જેમાં નાના તબક્કાના વેપારીઓની દુકાનોને બળજરીપૂર્વક બંધ કરાવવામાં આવે છે અને મોટા વેપારીઓ ને જાણે ખુલ્લી છૂટ આપવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે ધાનેરા માં શનિવાર અને રવિવારે તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવાનો આદેશ હોવા છતાં ગંજ બજારમાં આવેલ કે.એસ. ટ્રેડિંગ કે, જેને સરકારી ગાઇડલાઈન અને કાયદાનો જાણે કોઇ ડર જ ના હોય તે રીતે પોતાની દુકાન ખુલ્લી રાખીને બેઠો છે. શું આ કે.એસ. ટ્રેડિંગ ના માલિકને શહેરના સત્તા પક્ષ સાથે કોઈ સંબંધ છે, કે શું તે ખબર નહિ પણ શું સરકારી નિયમોનો ભંગ કરનારા વેપારીઓ પર કાર્યવાહી થશે કે, શું તે તો આવનારો સમય જ બતાવશે.રી પોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા