ભારતની એવી પાંચ જગ્યાઓ જ્યાં ભારતીયોને નથી મળતી એન્ટ્રી, વિદેશીઓનું સ્વાગત છે
ભારતીય લોકો દેશ-વિદેશમાં ફરવાનું પસંદ કરે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માત્ર દેશના લોકો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ આવે છે અને આનંદ માણે છે. પરંતુ શું તમે જાણો છો કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભારતીયો માટે જવાની સંપૂર્ણ મનાઈ છે. જો કે વિદેશી પ્રવાસીઓ તે સ્થળોએ આનંદ માણી શકે છે. આ ખાસ સ્થળો પર પ્રતિબંધના કારણે ભારતીય લોકો પોતાના દેશના ઘણા વિસ્તારોમાં ફરવા સક્ષમ નથી. જ્યારે આ સ્થળો વિદેશી પ્રવાસીઓ માટે ખુલ્લા રહે છે.
ભારતીયો માટે ગોવાના ઓન્લી ફોરેનર્સ બીચની મુલાકાત લેવાની સખત મનાઈ છે.ગોવાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પ્રવાસન પર આધારિત છે. જેમાં મોટો હિસ્સો વિદેશી પ્રવાસીઓનો આવે છે. કહેવાય છે કે આવા ઘણા દરિયા કિનારા છે જ્યાં ફક્ત વિદેશી પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવે છે.
આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં આવેલ નોર્થ સેન્ટીનેલ ટાપુ પર ફક્ત આદિવાસીઓ જ વસે છે.આ ટાપુ બહારની દુનિયા સાથે સંપર્ક રાખતો નથી. બહારથી આવનાર કોઈપણ વ્યક્તિને આ ટાપુ પર જવાની મનાઈ છે.
હિમાચલ પ્રદેશના કસોલમાં ફ્રી કસોલ કેફે બનાવવામાં આવ્યું છે. તે ઇઝરાયેલી મૂળના લોકો દ્વારા સંચાલિત છે. ભારતીય પ્રવાસીઓને અહીં જવાની પરવાનગી નથી. કાફેના સંચાલકોનું કહેવું છે કે તેઓ તેમના સભ્યોને જ ભોજન અને નાસ્તો સર્વ કરે છે, જોકે આ મુદ્દે ઘણા વિવાદો થયા છે.
ચેન્નાઈની રેડ લોલીપોપ હોસ્ટેલમાં માત્ર વિદેશી પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. હોટેલ સંચાલકોના જણાવ્યા અનુસાર, તેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓને જ સેવા આપે છે.
બેંગલુરુ શહેરમાં યુનો-ઈન નામની હોટલમાં ભારતીય લોકોને પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હોટલમાં માત્ર જાપાની લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. આ હોટેલ વર્ષ 2012માં બનાવવામાં આવી હતી, ત્યારબાદ લગભગ 2 વર્ષ બાદ જ્યારે હોટલ પર વંશીય ભેદભાવના આરોપો લાગ્યા ત્યારે તેને બંધ કરી દેવામાં આવી હતી.