માં મોગલ ની અપાર શ્રદ્ધા થી આ ભાઈ નાં પત્નિ ને લગ્ન નાં ત્રેવીસ વર્ષે બાળક નો જન્મ થયો
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે.માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે.કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
માં મોગલ હંમેશા તેમનાં ભક્તો ને કોઈ ને કોઈ રીતે પોતાનું ધારેલ કામ રૂપી ફળ આપે છે. જેથી રોજે રોજ માં મોગલ પર લોકો ને અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા બંધાતી હોય છે.
આવો જ વિશ્વાસ માની ને મઘાપુરા ખાતે રહેતા નરભેરામભાઈ ને લગ્ન થયાં નાં ઘણાં વર્ષો થયાં હતાં. છતાં પણ એક પણ સંતાન ન હતું. જેથી તેમણે કબરાઉમાં બિરાજમાન માં મોગલ ની માનતા રાખેલ.
જે માનતા નાં પ્રતાપે અને માં મોગલ પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ને લીધે માં મોગલે તેમને લગ્ન નાં ત્રેવીસ વર્ષે દિકરા રૂપે બાળક નો જન્મ થયો હતો. અને મંગળવારે જન્મેલ આ બાળક ને મણીધર બાપુ એ માધવ નામ રાખી આપ્યું હતું.