લસણ ખાવાથી ઘટે છે હાર્ટ એટેકનો ખતરો,સાંધાનો વા અને પોચા પડી ગયેલા હાડકાંની તકલીફમાં લસણ છે બેસ્ટ
આ લસણને સંસ્કૃતમાં રસોન પણ કહેવામા આવે છે તેને લેટિનમા એલિયમ સટાઈવમ્ના નામથી ઓળખાય છે.આનો ઉપયોગ ગ્રીસમાં પ્રાચીન સમયથી આને દૈવી ઔષધિ માનવમાં આવે છે.તેનાથી ઘણા રોગો દૂર થઈ શકે છે.તેમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ,પોટેશિયમ,આયોડિન,સલ્ફર,વિટામિન,આયર્ન અને અને એલાઇલ સલફાઇડ જેવા પદાર્થ રહેલા છે.આનો ઉપયોગ ઘણા રોગોમાં કરવામાં આવે છે.
તેમાં રહેલા એલિસીન નામનું તત્ત્વ તે પેનકિલર જેવી દવાનું કામ કરે છે.તાવ,ચેપ જેવી બીમારીમાં સ્ટેફિલોકોકાઈ,બેસિલ્સ, ટાયફોઈડ જેવા કીટાણુનો નાશ કરીને તે આપની રોગપ્રતિ ક્ષમતાને વધારે છે.ફેફસાનો ક્ષય, શ્વાસ નળીમાં સોજો તથા બાળકોને ઊંટાટિયું જેવી તકલીફમાં આ ખૂબ ઉપયોગી છે.આનો ઉપયોગ આયલેંડના ખેડૂતો ઘણા વર્ષોથી કરતા આવે છે.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આંતરડા માં સડો હોય ત્યારે આનુ સેવન કરવાથી લાભ થાય છે અને ગેસ અને ચૂંક જેવી તકલીફ પણ થતી નથી.જ્ઞાનતંતુની નબળાઈને લીધે થતી ઉધરસના હુમલામાં આને ખાવાથી લાભ થાય છે.બ્રીટનમા એક વ્યક્તિને સતત ચાર દિવસ માટે છીંક આવી હતી ત્યારે તેને ઘણે ઔષધિનો ઉપયોગ કર્યો પરંતુ કઈ પણ ન અસર કરતાં તેને આના વિષે છાપામાં જોયું અને આનાથી તેને થોડી કલાકમાં છીંક આવતી બંધ થઈ ગઈ.
આનાથી આપણે લોહીને ઘાટું થતું રોકી શકીએ છીએ.આપના હ્રદયને જે નળી લોહી પહોચાડે છે તેની ચરબી દૂર કરે છે.તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે અને સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણે વધારે છે તેનાથી હ્રદયને લગતી બીમારી થતી નથી અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.
સાંધાનો વા અને પોચા પડી ગયેલા હાડકાં જેવી તકલીફમાં સાંતળેલું લસણનું સેવન કરવું જોઈએ આને લાંબા અને વધારે સમય માટે સેવન કરવાનું રહેશે.આનાથી તૂટેલા હાડકાં પણ જોડાય શકે છે.આનુ સેવન કરવાથી આંતરડા, સ્તન અને ત્વચાના કેન્સરથી પણ બચી શકાય છે.આનાથી બુદ્ધિ વધારે છે તેનાથી શરીરમાં બળ આપે છે.મજૂરો અત્યારે પણ આનો ઉપયોગ વધારે કરે છે તેનાથી શરીરમાં શક્તિ આવે છે.ગાંધીજીએ પણ આનું સેવન કરવાનું શરૂ કર્યું હતું.
લસણની સાથે તેનું તેલ પણ ખૂબ ઉપયોગી છે.તેને નાકમા બે-બે ટીપા નાખવાથી સાઈનોસાઈટિસ,માઈગ્રેન અને માથાનો દુખાવામાં આરામ મળશે.આને કાનમાં નાખવાથી સણકામાં આરામ મળે છે.આ સિવાય દાદર,ખરજવું અને ઘા પર આને લાગવાથી જલ્દી લાભ થાય છે.પહેલા વિશ્વ યુદ્ધ સમયે આનો ઉપયોગ સૈનિકોનો ઈલાજ માટે કરવામાં આવતો હતો.કાનમાં ધાક પડે ત્યારે આને રૂમાં વીંટીને આની આખી કળી કાનમાં રાખવી.તે કાનમાં ન જાય તેના માટે ધ્યાન રાખો.
વાઇ,લકવા,મોઢું ત્રાસું થયું હોય જેવી તકલીફ થાય ત્યારે તલના તેલમાં આનો ઉપયોગ કરીને ખોરાકમાં લેવાથી ઘણા ફાયદા થાય છે.આનું સેવન કરવાથી ત્વચાનો વર્ણ સારો થાય છે.ત્વચામાં ચમક વધે છે.આનો ઉપયોગ ભોજનમાં કરવાથી પાચક રસમાં વધારો થાય છે તેનાથી ખોરાકનું પાચન સારી રીતે થઇ શકે છે.
આનો ઉપયોગ કરતાં પહેલા આટલી બાબતો જાણવી જોઈએ તે ગુણથી ગરમ,ઉગ્ર અને તીખું હોય છે.આનો વધારે ઉપયોગ કરવાથી કાન,નાક અને યોનિ માઠી લોહી નીકળી શકે છે તેનાથે ઉલ્ટી અને ઝાડા પણ થઈ શકે છે.ગર્ભવતી મહિલાઓએ આનો ઉપયોગ ન કરવો જોઈએ.આને ઉપયોગ કરો ત્યારે ૫૦ મી.લી. દેશી દિવેલ અથવા તેલના તેલમાં આની દસથી બાર કળી છૂંદીને પકાવીને ગરમ કરીને ગાળીને તેને કાચની બરણીમાં ભરી લેવું તેને ખોરાકમાં અથવા ઔષધિમાં લેવું હોય તો આને ગાયના ઘીમાં સાંતળીને લઈ શકો છો જે લસણ વધારે સુકાઈને પીળું પડી ગયું હોય તેનો ઉપયોગ ઔષધિમાં કરવામાં આવતો નથી.