એક એવી મહિલા કે જે સ્મશાનને માને છે પોતાનું ઘર. વર્ષો થી કરે છે મૃતદેહ બાળવાનું કામ.

સ્મશાનમાં સળગતી ચિતા જોઈને 8 વર્ષની માયા ડરીને માતાના ખોળામાં સંતાઈ જતી હતી. સાંજ થયા પછી અંધારું થતાં જ તે ડરી જતી, પરંતુ તેની માતાએ કહેલી એક વાતે તેનું જીવન બદલી નાખ્યું.બેટા, ડરીશ તો ભૂખે મરી જઈશું, કામ કરવામાં કોઈ શરમ નથી.આજે એ જ માયાએ છેલ્લા 60 વર્ષમાં સ્મશાનમાં 15,000 થી વધુ લાવારીસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરી ચૂકી છે.

સ્મશાનમાં આવનાર કોઈ નનામીને જો કાંધ ઓછી પડી જાય તો તે પોતે જ સહારો બની જાય છે. સળગતી ચિતાની ક્રિયાથી લઈને જ્યાં સુધી ચીતાની આગ ઠંડા ન પડે ત્યાં સુધી તે ત્યાં જ બેસે છે અને રાહ જુએ છે. સૂર્યાસ્ત થયા પછી, તે ધૂંધવાતી ચિતા પાસે એક ખાટલો મૂકે છે અને ડર્યા વગર સૂઈ જાય છે.ચાર પુત્રો મૃત્યુ પામ્યા, તો પણ હિંમત ન હારી. તે મૃતદેહોને પણ અગ્નિદાહ આપ્યો, જેમને પોતાનાઓએ જ તરછોડ્યા હતા.

જયપુરના ત્રિવેણી નગર મોક્ષધામમાં લાલ ચુંદડી પહેરેલી એક વૃદ્ધ મહિલા સાઈકલ રિક્ષામાં માટી લઈ જઈ રહી હતી. ત્યારે કોઈએ પૂછ્યું કે માયા દેવી ક્યાં મળશે. તેણે અટક્યા વિના જવાબ આપ્યો – દીકરા હું માયા છું…મારો મોબાઈલ નંબર બહાર લખેલો છે….તું મને ગમે ત્યારે કૉલ કરવો. ત્યારે કોઈએ તેમને પૂછ્યું કે તમને અંધારામાં સ્મશાનમાં ભૂત પ્રેતથી ડર નથી લાગતો ત્યારે માયાબેને કહ્યું કે ના હવે ડર નથી લાગતો. વધુમાં તેમને જણાવ્યું કે, ડર તો, જીવતા લોકોનો લાગે છે, જે મડદું બની ગયું હોય, તેનો શું ડર લાગે?

હું 9 મહિનાની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું. અમે ચાર બહેનો અને એક ભાઈ હતા. બહુ ભણી ન શક્યા. છઠ્ઠા ધોરણ સુધી જ શાળાએ જઈ શકી. જ્યારે ખાવા-પીવાના પણ ફાંફા પડી ગયા હતા ત્યારે માતા ગુલાબી દેવી જયપુરમાં જ સ્મશાન ગૃહમાં આવીને રહેવા લાગી હતી. માતાએ આખા કુટુંબનો ઉછેર કર્યો. બહેનોના લગ્ન કરાવ્યા. માતાએ જ ભૂતનો ડર દૂર કર્યો હતો.

જ્યારે હું 8 વર્ષની હતી, ત્યારે સ્મશાનમાં ચિતા આવતાં જ હું ડરીને ભાગી જતી હતી. સ્મશાનમાં પગ પણ મૂકતી નહોતી. માતાએ મારો ડર જાણી લીધો હતો. માતા ગુલાબી દેવી બીડી પીતા હતા. પછી તે બીડી લઈને સ્મશાનમાં બોલાવતા હતા. તે એક જ વાત કહેતી… ‘બેટા, તું ડરીશ તો ભૂખે મરીશ, કામ કરવામાં શેનો ડર.’ માતાના આ શબ્દોએ મારા બધો ડર દૂર કર્યા. હું તેમની સાથે જ સ્મશાનગૃહ સાફ-સફાઈ કરવાનું શરૂ કર્યું હતું.

મૃતહેદ આવે ત્યારે મા મને પ્રેમથી નજીક બોલાવતી. જ્યારે ડર ખતમ થવા લાગ્યો ત્યારે માતા સાથે મળીને તે ચિતા પર લાકડાં મુકાવતી હતી. લગભગ 14 વર્ષ પહેલા માતા ગુલાબી દેવીનું 112 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારથી, હું આખી પ્રક્રિયા એકલા જાતે જ સ્મશાનગૃહમાં કરું છું.

મારા લગ્ન વહેલા થયાં. મેં આ સ્મશાનને મારું ઘર બનાવ્યું. મારા નવ બાળકોનો જન્મ થયો, પરંતુ ચાર મૃત્યુ પામ્યા. પતિ પાસે નોકરી ન હતી. પણ માતાએ કહેલા શબ્દો યાદ આવતા કે શરમ ન રાખો, નહીં તો ભૂખે મરી જશો. કોઈ પૂછવા પણ નહીં આવે.

સ્મશાનમાં ચિતાઓનો અગ્નિસંસ્કાર કરવો એ ખોટું કામ નથી. પછી તેણે બાળકોને ઉછેરવા માટે સ્મશાનમાં જ અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું. તે લાકડાને ત્રાજવામાં તોલીને પોતે ચિતાને તૈયાર કરતી હતી. હવે હું મંત્રોથી પૂજા પણ કરાવું છું, જોકે ઘણા લોકો પંડિતોને સાથે લાવે છે.

માયા દેવી જણાવે છે કે કર્મની સાથે તે ધર્મનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કારને 16 સંસ્કારોમાંથી એક ગણવામાં આવે છે. અગ્નિસંસ્કાર પછી, જ્યારે ચિતા ઠંડી થઈ જાય છે, ત્યારે શુદ્ધિકરણ માટે સ્નાન કરવું પડે છે. ક્યારેક દિવસમાં ચારથી લઈને દસ નનામી પણ આવે છે. ગમે તેટલી નનામી આવે, તે દર વખતે સ્નાન કરે છે. ક્યારેક સૂર્યાસ્ત થયા પછી પણ નનામી આવે છે.

જો ચિતા સંપૂર્ણપણે બળી ન જાય, તો પછી ફરીથી લાકડા નાંખવા પડે છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી લોકો સળગતી ચિતા છોડી દે છે. ભલે રાતના 2 વાગી ગયા હોય તો પણ હું સ્નાન કરીને સૂઈ જાઉં છું. સ્મશાનમાં દિવસ કે રાત કોઈ ભય નથી. કેટલીકવાર તે સળગતી ચિતા પાસે પણ ખાટલો મુકીને સૂવું પડે છે.

માયા દેવી જણાવે છે કે ઘણી વખત લોકો તેમને અંતિમ સંસ્કાર કરાવવાનો ઇનકાર કરે છે. કહેવાય છે કે મહિલાઓ આ કામ કરતી નથી. મેં ક્યારેય લોકોની વાત સાંભળી નથી. કામમાં શરમ નથી. હું ખોટું કામ નથી કરતી, મારા પેટની આગ મને આ બધું કામ કરવા મજબૂર કરે છે. હવે મહીલાઓ પણ ઘણી આગળ નીકળી ગઈ છે. તે પ્લેન ઉડાવવાથી લઈને બધું જ કરે છે. લોકોએ મને સ્મશાનગૃહમાંથી બહાર કાઢવા માટે ઘણી વાર પ્રયાસ કર્યો.

બે વર્ષ સુધી કોરોના સંક્રમણને કારણે સ્થિતિ ખૂબ જ ભયાનક હતી, પરંતુ હિંમત ન હારી. સમિતિએ કોરોના દરમિયાન મૃતદેહોને સ્મશાનગૃહમાં લાવવાની ના પાડી હતી. કમિટીએ કહ્યું કે જો અહીં કોરોનાના મૃતદેહો આવશે તો સંક્રમણ ચારે બાજુ ફેલાઈ જશે.

ઘણી વખત એવા લોકો પણ આવ્યા જેમના પરિવારમાં કાંધ આપનારું પણ કોઈ નહોતું. એવામાં તેણે સમિતિનો વિરોધ કરતા એવા સોકોની પણ મદદ કરી હતી. નનામીને કાંધ પણ આપી હતી. ત્યાં સુધી કે એવા ધણા મૃતદેહો હતા જેમનું કોઈ નથી. ત્યારે તેણે જ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

તે કહે છે કે તેમણે 15,000 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. ઘણી વખત આવા મૃતદેહો પણ આવે છે, જેને જોઈને લોકોનું કાળજું કાંપી જાય છે, પરંતુ તે ક્યારેય ગભરાતી નથી. માનસરોવર અને મહેશ નગરના સ્મશાનગૃહોમાં ધાર્મિક વિધિ કરાવવા માટે લોકો ઘણી વખત બોલાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »