વિદેશી ગોરી વહુ એ ખેતરમાં કર્યુ એવું કામ કે પતિ એ પણ કરી મસ્તી,જુઓ વાઈરલ વિડિયો
જો તમારો પ્રેમ સાચો હોઈ તો સાત સમુંદર પાર થી પણ તમારી પાસે આવી જ જશે.પ્રેમ ની કોઈ પણ સીમા હોતી જ નથી.ભારતીય યુવકે વિદેશી યુવતી સાથે લગ્ન કર્યાં,આજ કાલ આપણને અવાર નવાર એવા સમાચાર સાંભળવા મળતા હોઈ છે,અને વિદેશી યુવતીઓ તેમના પતિ સાથે રહેવા માટે ભારત આવી જતી હોય છે.
હાલમાં સોશિયલ મિડીયા પર એવો જ એક વિડીયો ખૂબજ વાયરલ થઈ રહેલો છે જેમાં એક વિદેશી ગોરી ખેતર માં કામ કરતી જોવા મળે છે અને ખાસ વાત એ છે કે તે પણ સરળતાથી હિન્દી બોલી રહી છે.
ખરેખર,આ વિદેશી વહુ દેશી સ્ટાઈલમાં ખેતરમાં ડુંગળી વાવતી જોવા મળે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વિદેશી મહિલાએ ભારતીય કપડા પહેર્યા છે અને માંગમાં સિંદૂર લગાવી રહી છે.તે ખેતરમાં આરામથી બેસીને ડુંગળી વાવે છે.
તેણીને ખેતરમાં કામ કરતી જોઈને તેનો પતિ આવે છે અને તેને કહે છે શું હું તને કંઈક પૂછી શકું છું,જેના જવાબમાં તે હિન્દીમાં હા ચોક્કસ કહે છે.પછી પતિ તેને પૂછે છે કે તું ક્યાંથી છે તો તેણી કહે છે કે હું જર્મનીથી છું અને અહીં ખેતરમાં ડુંગળી વાવી રહી છું.
View this post on Instagram
પછી પતિએ કટાક્ષ કરીને કહ્યું કે તમે જર્મનીથી સાત સમંદર પાર કરીને ભારતમાં ડુંગળી વાવવા આવ્યા છો,તો પત્નીએ પણ ખુશીથી હા કહ્યું.તે જ સમયે, તેણી એ પણ કહે છે કે તે મજા આવે છે અને ખૂબ સારું અનુભવી રહી છે. આ દરમિયાન દૂર ઉભેલી વિદેશી વહુની સાસુ પણ હસતી જોવા મળે છે.