ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે થયેલ હિચકારી હત્યાનો ભેદ ઉકેલી ૨૪ કલાકમા આરોપીની ધરપકડ કરતી ગારીયાધાર પોલીસ
ગઈકાલ તા.૩૦/૦૪/૨૦૨૨ નારોજ સાતપડા ગામના સ્મશાન પાસે નદીમાં એક અર્ધબળેલ માનવ લાશ બાબતેની જાણકારી મળતા તાત્કાલીક સ્થળ પર જઈ મરણજનાર હીરેનભાઈ ગભરૂભાઈ ગરણીયા રહે.સાતપડા તા.ગારીયાધાર હોવાની ઓળખ થયેલ જે બાબતે મરણજનારના સગા મોટાબાપુ અમરાભાઈ ગરણીયાએ લાશ ઓળખી બતાવેલ અન ફરીયાદ આપેલ કે, મરણજનાર હિરેનને તેના પિતા ગભરૂભાઈ રામભાઈ ગરણીયાએ મારી નાખી લાશ સળગાવી દઈને, મરનારની લાશને મોટર સાયકલમા લઈ જઈ સાતપડા ગામના તળાવ પાસે ફેકી દીધેલ જે બાબતે ગારીયાધાર પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૮૦૧૯૨૨૦૨૧૯/૨૦૨૨ IPC ક.૩૦૨,૨૦૧ મુજબનો ગુન્હો રજી. કરી આગળની તપાસ ગારીયાધાર P.S.I. શ્રી વી.વી.ધ્રાંગુએ હાથ ધરેલ હતી.
ઉપરોક્ત ગંભીર ગુન્હાના કામે રેન્જ આઈ.જી.પી.શ્રી અશોકકુઆર યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રવિન્દ્ર પટેલ સાહેબએ આરોપીને સત્વરે અટક કરવા સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબના સુચના માર્ગદર્શન હેઠળ અમોએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ હતી, તે દરમ્યાન ખાનગી રાહે અમોને હકીક્ત મળેલ કે આરોપી ગભરૂભાઈ ગરણીયા અમદાવાદ તરફ નાસી ગયેલ છે અને તેના પત્ની અમદાવાદ ખાતે રહે છે આથી તે દિશામાં તપાસ તેજ કરી એક ટીમ અમદાવાદ રવાના કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સ મેળવી અમદાવાદશહેરના વિનોબાભાવેનગરથી આરોપીને જી.આઇ.ડી.સી. વટવા પોલીસ સ્ટેશનની પોલીસની મદદ લઈ પકડી પાડવામાં આવેલ હતો બાદ આરોપીને ગારીયાધાર પોલીસ સ્ટેશન લાવી કોવીડ-૧૯ ટેસ્ટ કરાવી આજરોજ તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ગુન્હાના કામે અટક કરવામા આવેલ.
આરોપીની યુક્તિપ્રયુકિતથી પુછપરછ દરમ્યાન આરોપી ભાંગી પડેલ અને બાપ દિકરો બંને એકલાજ ઘરે રહેતા હોય અને ઘરના તથા ખેતીના કામકાજ બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હોય તેમજ મરણજનાર બનાવના દિવસે રાત્રે જાહેરમા મન ફાવે તેમ ગાળો બોલતો હોય અને ઘરના કામ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ આવેશમા આવી જઇ તેના દિકરા હિરેનની તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ રાત્રે પોતાના ઘરે રહેલ લોખંડનુ ભાલુ મારી અધમુવો કરી બાદમા સળગાવી દિધેલ પરંતુ લાશ પુરેપુરી નહી સળગતા તા.૨૯/૦૪/૨૦૨૨ ના સવારે પોતાના મોટર સાયકલમાં મરણજનારની લાશ બાંધી સાતપડા સ્મશાન પાસે નદીમા અર્ધબળેલ લાશ ફેકી દિધેલાની ક્રુર અને ધૃણાસ્પદ સીલસીલાબધ હકીકત આરોપીએ જણાવેલ હતી. તપાસ દરમ્યાન આરોપીએ ગુન્હામાં વાપરેલ હથીયાર, મોટરસાયકલ તથા મોબાઈલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
આમ હિચકારી અને ધૃણાસ્પદ કાળજુ કંપાવી નાખે તેવી ઠંડા કલેજે હત્યા કરેલ જે બનાવ બાબતે સમગ્ર ગારીયાધાર પંથકમા અરેરાટી વ્યાપી ગયેલ હતી.
આમ એક પિતાએ પોતાના જ દિકરાની કૃરતાપુર્વક અને કાળજુ કંપાવી દે તે રીતે ઠંડા કલેજે હિચકારી હત્યા કરેલ, જે ગંભીર ગુન્હાનો ભેદ ગારીયાધાર પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
*આરોપીનુ નામ-સરનામુ*
ગભરૂભાઇ રામભાઇ ગરણીયા ઉવ.૫૨ રહે. સાતપડા તા.ગારીયાધાર
*તપાસ અધિકારી તથા ટીમ :-*
(૧) PSI વી.વી.ધ્રાંગુ
(૨) HC દિનેશભાઈ ગઢવી
(૩) HCરાજેન્દ્રસિંહ ગોહિલ
(૪) PCવિજયભાઈ મકવાણા
(૫) PCરાજુભાઈ વાઘેલા
(૬) PCવિજયસિંહ ગોહિલ
(૭) PCશૈલેષભાઈ ચવડા
(૮) PCજલયભાઈ મકવાણા
(૯) DPCગીરીરાજસિંહ સરવૈયા