હરડે છે પેટના રોગો માટે અચૂક દવા જૂની કબજિયાત કરે છે દૂર
હરડે ગંધનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થાય છે. પરંતુ હરડે શરીરની ઘણી બીમારીઓને પણ દૂર કરી શકે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરે છે. ચાલો જાણીએ હરડેની ટિપ્સ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.હરડે ઉકાળો ત્વચાની એલર્જીમાં ફાયદાકારક છે.
હરડે ના ફળને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી એલર્જીથી ઝડપથી રાહત મળે છે.
હરડે દવા ના ફાયદા મોઢામાં સોજો હોય ત્યારે હરડે સાથે કોગળા કરવાથી ફાયદો થાય છે.હરડે ની પેસ્ટ પણ ફાયદાકારક છે.હરડે પાવડર દાંત માટે ફાયદાકારક છે.
વાળને કાળા કરવા માટે પણ હરડે નો ઉપયોગ થાય છે.જ્યારે નાળિયેર તેલ સાથે હરડે નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે વાળમાં ચમક આપે છે.
હરડે નો ઉપયોગ કબજિયાત દૂર કરવા માટે પણ થાય છે.હરડે પાવડર કબજિયાત માટે રામબાણ ઈલાજ છે. તે પેટના ગેસ માટે પણ ફાયદાકારક છે.
મનુષ્યના મોટા ભાગના રોગોનું મૂળ કારણ કબજિયાત છે. કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ વિના રોજના મળને દૂર કરવા માટે હરડે શ્રેષ્ઠ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિમજ્જા અને શુક્ર એ સાતેય ધાતુઓ સમ અવસ્થામાં રહે છે. એમ કહેવાય છે કે પૈસા ન હોય તો દેવું કરીને પણ હરડે ખાવી જોઈએ.
હરડેનાં બીજ આંખને ફાયદાકારક છે. પેશાબ છૂટથી વહે છે. મગજ સંપૂર્ણ શાંત રહે છે, જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે, શરીર હલકુંફૂલ લાગે છે, વજનમાં વધારો થાય છે, મેદનો નાશ કરે છે. ત્વચાનો રંગ નિખરે છે, બુદ્ધિમાં તીક્ષ્ણતા અને મેધાશક્તિમાં વધારો થાય છે.
જીવનમાં કંટાળાને દૂર કરીને આનંદ આપનાર હોઈ આજના કાળના ડિપ્રેશનના રોગને પણ દૂર કરે છે. ઇન્દ્રિયોને બળવાન કરે છે, સ્વર સુધારે છે, વાચાની શક્તિ આપે છે અને સાતે ધાતુને મજબૂત કરીને નાડીઓને થ્રી ફેઝ વાયરિંગ કરીને ઘડપણ અને રોગને દૂર કરે છે.